________________
મંત્રીશ્વર વિમલ શાહ
[ ૩
એવું વર્ણન મળે છે કે તે ઉત્તમ પ્રકારના ઘેડાઓના બદલામાં શ્રેષ્ઠ હાથીઓ લેવા માટે વિંધ્યાચલ ગયો હતો. હાથીઓ મેળવીને તે પાછે વળતે હતા ત્યારે શત્રુ-રાજાઓએ બધા હાથીઓ પડાવી લેવા તેના પર હુમલો કર્યો. લહિરે વિંધ્યવાસિની દેવીની કૃપાથી શત્રુ-રાજાઓને મારી હઠાવ્યા. અંચલગચ્છીય પટ્ટાવલીમાં એવું જણાવ્યું છે કે લહિર હાથીઓની ખરીદી માટે સિંહલદ્વિપ ગયેલ અને ત્યાંથી સાત હાથીએ ખરીદી લાવ્યા. તેની કામગીરીથી પ્રસન્ન થઈને રાજાએ સાંડથતું (સાંડેર) સહિત ૨૪ ગામે ઈનામમાં આપ્યાં. લહિરે પિતાની માતાના નામથી નારંગપુર શહેર વસાવ્યું અને ત્યાં વલ્લભાશાખાના આચાર્ય ધર્મચંદ્રસૂરિના ઉપદેશથી વિ. સં. ૮૩૬ માં શ્રી પાર્શ્વપ્રભુનું જિનાલય બંધાવ્યું. તેણે વનરાજે આપેલા સડેર નગરમાં વિધ્યવાસિની દેવીનું મંદિર બંધાવ્યું. જે “ધણુંહાવીદેવીના મંદિર તરીકે ઓળખાતું હતું. લહિરને લક્ષ્મી તેમ જ સરસ્વતી બેઉ દેવીએ પ્રસન્ન થયાં હતાં લક્ષમીદેવીએ તેને “વિત્તપટ યંત્ર” આપેલું, જે તેણે ટંક શાળમાં સ્થાપેલું. લક્ષ્મીનું રેખાંકન તેણે મુદ્રાઓમાં કરાવ્યું
મંત્રી લહિર પછીની કેટલીક પેઢીઓનાં નામે ખાસ પ્રસિદ્ધ નથી. પ્રાચીન પ્રમાણુ-ગ્રન્થમાં એ નામનો ખાસ ઉલેખ પણ નથી. “પ્રાગ્વાટવંશની વહી”ના અજ્ઞાત કર્તા લહિરના વંશજેની નેંધ આ પ્રમાણે આપે છે લહિર ભાર્યા લલિતાદે પુત્રો જિનદાસ અને વીરદાસ. જિનદાસ ભાર્યા જસમાદે પુત્ર રાષભદાસ, નેમીદાસ અને ધર્મદાસ. રાષભદાસ ભાર્યા રમાદે પુત્રે સોમચંદ, રાયચંદ અને ગુણવંત. સેમચંદ ભાર્યા ભાગદે પુત્ર વીરચંદ, ભાર્યા વિમલાદે પુત્રે વદ્ધમાન અને વીરજી. વદ્ધમાન ભાર્યા સેનાઈ પુત્રો કર્મચંદ, ધર્મચંદ અને હરિચંદ. કર્મચંદ ભાય કર્માદે પુત્ર વીર, જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com