________________
પ્રાગ્વાટવંશ-વિભૂષણ તે આસામી હતે. એનું રહેણુક ગઢની અંદર હતું. પાસે કાલિકાદેવીનું મંદિર હતું. તેનાથી આશાતના થવાથી દેવીએ તેને કેઢિયે કર્યો. પ્રભાવક આચાર્ય ઉદયપ્રભસૂરિએ તેને કઢરહિત કરતાં વિ. સં. ૭૯૫ માં તેણે સૂરિના ઉપદેશથી જૈનધર્મ અંગીકાર કર્યો. અંબિકાદેવી તેના કુળદેવી સ્થપાયાં. - નરસિંહને તેની પત્ની નાનલદેથી નીના નામે પુત્ર થયે, જેને શિલા-પ્રશસ્તિઓમાં નિન્નય ઠકુર કહ્યો છે. કર્મયેગે તે નિર્ધન થ. અંબિકાદેવીએ તેને કહ્યું કે–“ગુજરાતમાં ગાંભુ ગામમાં વસે, ત્યાં ધન પામશે.” એટલે ઉચાળા ભરીને તે ગભૂમાં આવ્યો. જમીન ખોદતાં તેને ધનનું નિધાન મળ્યું, અને તે કેટીશ્વર થયે. વિ. સં. ૮૦૨ માં વનરાજ ચાવડાએ પાટણ વસાવી ગુજરાતના રાજ્યની સ્થાપના કરી હતી. તેણે નીનાને પાટણમાં વસવા નિમંત્રણ આપ્યું. રાજાના આગ્રહથી નીના પાટણમાં વસ્યા. તેની કાર્યદક્ષતાથી પ્રભાવિત થઈને વનરાજે તેને દંડનાયક બનાવ્યા. નીનાએ રાજવહીવટ સારી રીતે ચલાવીને નામના કાઢી. વનરાજ તેને પિતા સમાન માનતા અને સન્માન આપતો હતો. નીનાએ વિદ્યાધરગથ્વીય આચાર્ય ના ઉપદેશથી પાટણમાં શ્રી ઋષભદેવપ્રભુનું દેરાસર બંધાવ્યું. તેના વંશમાં સુવિખ્યાત મંત્રીઓ થયા હોઈને એ વંશને “મંત્રીવંશ” તરીકે ગુજરાતના ઇતિહાસકારે ઓળખાવે છે. મંત્રી કલ્પકે જેમ નંદરાજ્યને મંત્રીવંશ આપ્યો તેમ મંત્રી નીનાએ ગુજરાતને મંત્રીવંશ આપ્યો. આ વંશે ગુજરાતને ગૌરવશાળી બનાવ્યું છે.
મંત્રી નીનાને તેની પત્ની નવરંગદેવીથી પુત્ર લહિર થયે. તે ઘણે પ્રતાપી હતે. વનરાજે તેને દંડનાયક બનાવ્યો. તે
હાથીઓની પરીક્ષા કરવામાં નિપુણ હતા. અન્ય પ્રમાણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com