________________
૧૦ ]
પ્રાગ્વાટવંશ-વિભૂષણ દેશ એ. રાજ્યોને જીતી લેવાની મહત્ત્વાકાંક્ષાઓ સેવનારના જીવનમાં હવે નવી મહત્ત્વાકાંક્ષાનો અંકુર ફૂટ્યો! હવે તેને આબૂતીર્થના ઉદ્ધારનાં સ્વને જ દેખાવા લાગ્યાં. પ્રાચીન પ્રમાણમાં ઉલ્લેખ છે કે વિમલ શાહે અને શ્રીદેવીએ અઠ્ઠમ તપની આરાધનાપૂર્વક અંબિકાદેવીની ભક્તિ કરી. દેવી પ્રસન્ન થયાં. પ્રત્યક્ષ થઈને તેમણે વિમલને વરદાન માગવાનું કહ્યું. વિમલે જણાવ્યું કે “એક તે પુત્રની ઈચ્છા છે, અને બીજી ઈચ્છા આબૂ ઉપર જિનપ્રાસાદ બંધાવવાની. આપની ઈચ્છાથી મારી બન્ને આશાઓ પૂર્ણ થાય એવી પ્રાર્થના છે.” દેવીએ કહ્યું કે–“બે વરદાને નહિ મળે. ગમે તે એક વરદાન માગ!” આ સાંભળીને વિમલ શાહ અને શ્રીદેવી ભારે દ્વિધામાં પડ્યાં. ક્યું વરદાન માંગવું? અંતે લાંબી વિચારણા બાદ તેમણે તીર્થોદ્ધાર કરવાની ઈચ્છા દર્શાવીને દેવી પાસે વરદાન લીધું.
રાસા–સાહિત્યમાં વિશેષમાં વર્ણન છે કે દેવીએ રાજા ભીમદેવને તથા મહામાત્ય નેઢને પણ તક્ષણ પ્રસ્તુત અર્થને ઉપદેશ આપ્યો. એટલે એ બન્નેએ પણ વિમલ શાહની તીર્થોદ્વારની ઈચ્છાને અનુમોદન આપ્યું. સમસ્ત જૈનસંધમાં વિમલ શાહના નિર્ણયથી વિધુસંચાર થયો. સૌએ ખુશી વ્યક્ત કરી. પણ આબૂના બ્રાહ્મણોએ તીર્થોદ્ધારને વિરોધ કર્યો. તેમણે એવી દલીલ રજૂ કરી કે જે તીર્થ જ ન હોય તો ઉદ્ધારની વાત ક્યાં રહી? સૌ મુંઝાયા. વિમલે પુનઃ અંબિકાદેવીનું આરાધન કર્યું. દેવીએ સૂચવ્યું કે ચંપાના ઝાડ નીચે ખેદકામ કરવાથી ત્યાંથી પ્રાચીન પ્રતિમા પ્રકટ થશે બીજે દિવસે નિયત સ્થાને ખેદતાં નંદિવદ્ધનના સમયની ભગવાન ઋષભદેવની પ્રાચીન પ્રતિમા નીકળી આવી આ જોઈ બ્રાહ્મણે અચંબે પામ્યા. એમને વિરોધ શાંત થયે. પણ કોઈ જમીન આપવા તૈયાર ન થયું. વિમલે ધાર્યું હોત તે રાજસત્તાથી જમીન મફતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com