________________
મંત્રીશ્વર વિમલ શહ
[ ૧૧ પડાવી શક્ત. પણ તે જે રાજનીતિજ્ઞ હતું તે ધર્મ નીતિજ્ઞ પણ હતો. ધર્મકાર્યમાં રાજસત્તાનો ઉપયોગ અનુચિત ગણાય એમ સમજીને તેણે બ્રાહ્મણોને જમીનના બદલામાં મેંમાગી રકમ આપવાનું જણાવ્યું. બ્રાહ્મણોએ જણાવ્યું કે“તમે જમીન ઉપર સેના–મહોર પાથરે. જેટલી જમીનમાં સેના–મહોર પથરાશે તેટલી જમીન તમારી અને સેનામહેરે અમારી.” વિમલે તેમની માગણી મંજૂર રાખી. તેણે વિચાર્યું કે મહેર ગોળ હોય છે તે પાથરતાં વચમાં જગ્યા ખાલી રહેશે. મંદિરના કામમાં એટલી રકમ ઓછી આપવી ન્યાયયુક્ત ન ગણાય. એટલે તેણે ખાસ ચેરસ સેના–મહોર તૈયાર કરાવી, તે પાથરીને તેના બદલામાં જમીન લીધી. ૧૪૦ ફૂટ લાંબી અને ૯૦ ફૂટ પહોળી જમીનના બદલામાં બ્રાહ્મણને લાખ રૂપીઆ મળ્યા. વિમલની ન્યાય–વૃત્તિની બધે વાહવાહ થઈ
જમીન મેળવ્યા પછી વિમલે જિનાલય બંધાવવાની તૈયારી આરંભી. કુશળ શિપીએ તેડાવવામાં આવ્યા. આરસ મેળવવા ખાસ માણસને મોકલવામાં આવ્યા. વિમલે બાવન દેવકુલિકાયુક્ત ભવ્ય જિનાલય તૈયાર કરાવ્યું, તથા જૈન શિલ્પ–શાળા બનાવી, જેની છતમાં વિવિધ ભાનું શિલ્પાલેખન કરાવ્યું. આ કાર્યમાં રૂા. ૧૮,૫૩,૦૦,૦૦૦ ખરચ્યા. ત્યાને ક્ષેત્રપાલ વાલીનાહ અડચણ ઊભી કરતે હતે વિમલે તેને નૈવેદ્ય ધરાવીને અનુકૂળ કર્યો. જગતનાં ઉત્કૃષ્ટ મંદિરમાં આજે આ જિનાલયનું સ્થાન છે.
ભગવાન ઋષભદેવની સુવર્ણમિશ્રિત પીત્તળની કલાત્મક પ્રતિમાને તૈયાર કરાવીને તેને મૂળનાયકપદે સ્થાપના કરી. ચંપાના ઝાડ નીચેથી જે પ્રાચીન પ્રતિમા પ્રકટ થઈ હતી તેને ભમતીની ૨૦ મી દેરીમાં સ્થાપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com