________________
૧૨ ]
પ્રાગ્વાટવંશ-વિભૂષણ વિમલ શાહે પ્રતિષ્ઠા-પ્રસંગે રાજા-મહારાજાઓ, રાણાઓ, મંડલિકે તથા સમસ્ત જૈન-સંધને આદરભર્યું આમંત્રણ આપ્યું. નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ તથા વિદ્યાધર એમ મુખ્ય ચાર કુલના પ્રધાન આચાર્યોને તેડાવવામાં આવ્યા. વિ. સં. ૧૦૮૮ માં જિનાલયની મહત્સવ પૂર્વક પ્રતિષ્ઠા થઈ. શ્રીસ ઘમાં જય જયકાર વ.
પ્રાચીન પ્રમાણુ-ગ્રન્થમાં “વિમલવસહિ”ના પ્રતિષ્ઠાપક આચાર્ય સંબંધમાં વિરોધાભાસી ઉલ્લેખ છે. કોઈ પ્રમાણમાં ચારે પ્રધાન ગોના આચાર્યોએ પ્રતિષ્ઠા કરી એમ કહેવાયું છે, તે કઈમાં જૂદા જૂદા આચાર્યનું નામ અપાયું છે. ઉદાહર
થે રત્નસિંહસૂરિ, વાદ્ધમાનસૂરિ, વીરસૂરિ, શીલભદ્રસૂરિ, ધર્મષસૂરિ, સમપ્રભસૂરિ વગેરે. અંચલગચ્છીય પ્રમાણમાં પ્રતિષ્ઠાપક આચાર્ય તરીકે સેમિપ્રભસૂરિનું નામ છે. ક્યાંક ધર્મઘોષસૂરિ પણ દર્શાવાયા છે. આ બન્ને આચાર્યો વિદ્યાધરકુળના છે. આ કુળે પાછળથી ગચ્છનું નામ ધારણ કર્યું. વિદ્યાધરગચ્છના બે પેટાગછે. આ પ્રમાણે થયાઃ (૧) જાલીહરગરછ (૨) કાસરહદગ૭. પાછળથી અંચલગચ્છ, ખરતરગચ્છ અને તપાગચ્છની સ્થાપના થતાં પ્રાચીન કુળ અને ગ ઉક્ત ત્રણે મુખ્ય ગચ્છમાં સમાન સામાચારીના ધોરણે વિલીન થતા ગયા. વિદ્યાધરકુલના જાલીહરગચ્છ અને કાસહદગચ્છની સામાચારી અંચલગચ્છને ઘણી મળતી હોઈને તેના આચાર્યો કાળક્રમે તેમાં ભળતા ગયા. એમની સામાચારીમાં વિસંવાદિતા ન લાગે એ દષ્ટિએ એમને વલ્લભીશાખામાં મૂકવામાં આવ્યા. નવાગંતુકની સંખ્યા વધતાં પછી તે અંચલગચ્છના પેટાગચ્છ તરીકે “વલ્લભીગચ્છ” પણ અસ્તિત્ત્વમાં આવ્યું. મૂળ તે એ પટાગછ વિદ્યાધરકુલના આચાર્યો અને શ્રમણોમાંથી બનેલે. બનેનાં નામમાં જે મળતાપણું છે તે પણ સૂચક છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com