________________
મંત્રીવર વિમલ શાહ
[ ૧૩
દૃષ્ટિએ અંચલગચ્છીય પ્રમાણે વિમલને અંચલગરછીય શ્રાવક તરીકે ઓળખાવે છે, કેમ કે મૂળ તે વિદ્યાધરગચ્છને શ્રાવક હતે. આ ગચ્છ પાછળથી અંચલગચ્છના મુખ્ય પ્રવાહમાં વિલીન થઈ ગયે હેઈને પૂર્વ પરંપરાની કે સામાચારીની દષ્ટિએ તેને અંચલગચ્છીય શ્રાવક તરીકે ઓળખાવવામાં બાધા રહેતી નથી.
વિદ્યાધરગચ્છના આચાર્યો અંચલગચ્છમાં ભળી ગયા એ વિશે વિદ્વાનોએ ઝાઝે ઉહાપોહ કર્યો ન હઈને આ સંદર્ભમાં કેટલાંક પ્રમાણે ટાંકવા અહીં પ્રસંગચિત ગણાશે. અંચલગચ્છની પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે ઝાડાપટ્વીય, અપર નામ જાલીહરગચ્છના જયપ્રભસૂરિએ અંચલગચ્છની સામાચારીને સ્વીકાર કરતાં અંચલગચ્છના તૃતીય પટ્ટધર ધર્મ ઘેષસૂરિએ તેમને તેમના શિષ્ય-પરિવાર સહિત વલ્લભીશાખામાં સ્થાપ્યા. વિ. સં. ૧૨૮૦ માં વિદ્યાધર–ગચ્છાધિપતિ સેમપ્રભસૂરિએ સિંહપુરીમાં અંચલગચ્છીય સામાચારીને સ્વીકૃતિ આપતાં તેમને આજ્ઞાવર્તિ સમગ્ર ગ૭ અંચલગચ્છીય બની ગયો. અંચલગચ્છાધિપતિ મહેન્દ્રસિંહસૂરિના કાલધર્મ બાદ સમપ્રભસૂરિના ભત્રિજા અને વલ્લભીશાખાના ગુણપ્રભસૂરિના શિષ્ય સિંહપ્રભસૂરિ અંચલગચ્છના અનુગામી પટ્ટધર બનતાં વલ્લભી શાખાના સ્વતંત્ર અસ્તિત્વનું સમયેચિત વિલીનીકરણ થઈ ગયું.
વિદ્યાધરકુલની બીજી પ્રધાન શાખા કાસાહદગછ છે. આ ગચ્છમાં પાદલિપ્તસૂરિ જેવા પ્રભાવક આચાર્ય થઈ ગયા છે. તેમની પરંપરામાં થયેલા પુણ્યતિલકસૂરિ પણ પ્રખર વિદ્વાન હતા. અવંતીપુરમાં અંચલગચ્છાધિપતિ મહેન્દ્રસિંહસૂરિ સાથે
તેમણે વાદ કર્યો હતો. પ્રાચીન પ્રમાણમાં ઉલ્લેખ છે કે મહેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com