________________
અને
લિસ કપલમાં હતી
૧૪]
પ્રાગ્વાટવ શ-વિભૂષણ ન્દ્રસિંહસૂરિએ વિદ્યામદથી વાદ કરવા આવેલા પુણ્યતિલકસૂરિને કહ્યું કે–વૃથા વાદનું પ્રજન શું?” જવાબમાં પુણ્યતિલકસૂરિએ જણાવ્યું કે –“વૃથા શા માટે? જે જય પામે તે અન્યને પિતાને શિષ્ય કરે” મહેન્દ્રસિંહસૂરિએ તેમની શરત મંજૂર રાખી. અને વાદને પ્રારંભ થયો. “સરસ્વતી લખ્યપ્રસાદ એવા આચાર્ય મહેન્દ્રસિંહસૂરિએ પુણ્યતિલકસૂરિને મુહૂર્તમાં જ જીતી લીધા. આથી પુણ્યતિલકસૂરિ પિતાને ધન્ય માનવા લાગ્યા. તેઓ મહેન્દ્રસિંહસૂરિના શિષ્ય બન્યા. ગુરુએ તેમની મહત્તાના રક્ષણાર્થે તેમને શાખાચાર્યપદે સ્થાપ્યા. વળી તેમના પૂર્વાચાર્ય પાદલિપ્તસૂરિ કૃત “વીર જિન સ્તોત્ર”ને “સપ્રભાવ” અને “બહુ ગ–સિદ્ધ-સંપન્ન” જોઈને અંચલગચ્છીય પ્રતિક્રમણમાં કહેવાતા સ્મરણ-મહાતેત્રેમાં તૃતીય મહાસ્તોત્ર તરીકે તેને સ્થાન આપ્યું. આ મહાતેત્રનું મહત્વ ઉપસર્ગહર સ્તોત્ર જેવું જ હેઈને અંચલગચ્છમાં નવેદિત શિષ્યને દીક્ષા આપ્યા બાદ સૌ પ્રથમ પ્રસ્તુત સ્તંત્રને પાઠ શીખવવામાં આવે છે. ટૂંકમાં વિદ્યાધરગથ્વીય આચાર્યોએ અંચલગચ્છના સંવિધાન અને સંગઠનમાં કેટલું મહત્ત્વપૂર્ણ ગદાન આપ્યું છે તેને આવા પ્રસંગે દ્વારા ખ્યાલ મળી શકશે.
વિદ્યાધરકુલના જાલીહર તથા કાસહદ એ બને પ્રમુખ ગછનું અંચલગચ્છમાં ઉપર જણાવ્યું છે તેમ વિલીનીકરણ થતાં, ચાર પ્રાચીન મુખ્ય કુળમાંના એક કુળને યથોચિત અંત આવી ગયે. આજે તે ઉક્ત ચાર કુળ પૈકીના ચંદ્રકુળની પરંપરાના શ્રમણે જ વિદ્યમાન છે. અંચલગચ્છ, ખરતરગચ્છ અને તપાગચ્છ ચંદ્રકુળનો જ અન્વય છે. અન્ય બે કુળના શ્રમણે પણ એ જ રીતે સમાન સામાચારીના ધોરણે વર્તન માન ત્રણે પ્રમુખ ગચ્છમાં ભળી ગયા. અહીં તેની વિગતવાર
ચર્ચા અસ્થાને છે. વિમલ શાહ મૂળ વિદ્યાધરગછનો શ્રાવક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com