________________
શ્રી ઉદયસાગરસૂરિ
[૧૫ “પ્રતિષ્ઠાકલ્પ” ની પ્રત તેમણે સ્વહસ્તે લખી છે. આ પ્રત– લેખનને બીજી રીતે પણ ઘણી જ મહત્ત્વપૂર્ણ ઘટના ગણાવી શકાય, કેમકે એ ગ્રન્થમાં સૂચવાયેલ પ્રતિષ્ઠાવિધિ અનુસરવાની લીલી ઝંડી અંચલગચ્છીય શ્રાવકોને તે દ્વારા મળી રહે છે! ચરિત્રનાયકનો અભિગમ ખરેખર, પ્રશસ્ય છે. એવી જ રીતે પિતાના ઉપદેશથી ભરાવાયેલાં જિનબિંબની પ્રતિષ્ઠા અન્ય ગચ્છના આચાર્યો દ્વારા થાય એમાં તેઓને કશું જ વાંધાજનક લાગ્યું નથી. એમની સર્વગચ્છ-સમદર્શિતાના ઉચ્ચ આદર્શને વાચા આપતા આવા ઉત્કીર્ણ લેખ પણ ઉપલબ્ધ થાય છે. જુઓઃ “અંચલગચ્છીય પ્રતિષ્ઠા–લેખે.”
ચરિત્રનાયકે રચેલા ગ્રન્થ આ પ્રમાણે છેઃ (૧) સમકિતની સઝાય (૨) ભાવપ્રકાશ (૩) ખાત્રપૂજા (૪) ચેવિશી (૫) અંતરીક્ષ પાર્શ્વસ્તત્ર (૬) ગેડી પાર્શ્વનાથ ઑત્ર (૭) નેમિનાથ ગીત (2) ચેત્રીશ અતિશયનો છંદ (૯) ગુણવર્મા રાસ (૧૦) સ્નાત્ર પંચાશિકા (૧૧) ષડાવશ્યક સઝાય (૧૨) શીયલની સઝાય (૧૩) સ્થૂલિભદ્ર સજઝાય (૧૪) કલ્પસૂત્ર લઘુવૃત્તિ (૧૫) શ્રાવકવ્રત કથા (૧૬) આતુર પ્રત્યાખ્યાન અવચૂરિ (૧૭) પૂજાપંચાશિકા (૧૮) શાંતિનાથ ચરિત્ર (૧૯) લઘુક્ષેત્રસમાસ બાલાવબોધ (૨૦) સિદ્ધગિરિસ્તુતિ (૨૧) વદ્ધમાન દ્વાત્રિશિકા અવસૂરિ (૨૨) કલ્યાણસાગરસૂરિને રાસ (શંકિત).
એમના વિવિધ વિષયક ગ્રન્થ એમના વિદ્યાવ્યાસંગને સૂચિત કરે છે. સાહિત્યક્ષેત્રે આવું પ્રદાન કરનારા તેઓ છેલ્લા પટ્ટધર છે. એ પછીના કેઈ અંચલગચ્છીય પટ્ટધરે ગણનાપાત્ર સાહિત્યનું સર્જન કર્યું નથી. જૈન સાહિત્યમાં અનેક ટીકાકારે થઈ ગયા. પરંતુ કેઈએ ભાગ્યે જ સિદ્ધસેન દિવાકરની ગૂઢ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com