________________
૧૬ ]
સર્વ ગચ્છ-સમદર્શક અને ગંભીરાર્થક બત્રીશીઓ પર પ્રકાશ પાડ્યો હોય. આવું કઠિન કાર્ય ચરિત્રનાયકે બજાવ્યું હેઈને તે દ્વારા એમની વિદ્વત્તાને પરિચય અનાયાસે મળી રહેશે.
ઉદયસાગરસૂરિ સુરતમાં સવિશેષ રહ્યા હોઈને ત્યાં એમના ઉપદેશથી પ્રતિષ્ઠિત થયેલી અનેક જિનપ્રતિમાઓ વિદ્યમાન છે. ખાસ કરીને ત્યાં અંચલગચ્છીય શ્રાવકોએ બંધાવેલા શ્રી સંભવનાથ જિનાલયમાં એ પ્રતિમાઓ સારી સંખ્યામાં મળી આવે છે. એમના પ્રતિષ્ઠા–લેખ માટે જુઓ “અંચલગચ્છીય પ્રતિષ્ઠા–લેખ ”
એ અરસામાં ગચ્છનાયકોના આજ્ઞાપત્રમાં એમની મહોર લગાડવામાં આવતી હતી. ઉદયસાગરસૂરિની મહોર ઉપલબ્ધ થાય છે. તેમાં આ પ્રમાણે લખાણ છેઃ “ઐશ્વર્યા તપ આલંકૃતે શ્રીમદંચલગચ્છ ભટ્ટારક શ્રી પૂ. ઉદયસાગરસૂરિવર પ્રચડ–પ્રતાપવતું સામ્રાજ્ય.”
સુરતે ચરિત્રનાયક પ્રત્યે ઘણું ભક્તિ દર્શાવી હતી. તેઓ આચાર્ય—પદ તથા ગએશ-પદ ત્યાં પામ્યા હતા, તેમ જ તેમને નિર્વાણેત્સવ ઉજવવાનું પણ સુરતના ભાગ્યમાં લખાયું! વિ. સં. ૧૮૨૬ માં આ શુદિ ૨ ના દિને ચરિત્રનાયક ૬૩ વર્ષનું આયુ પાળીને ત્યાં દિવંગત થયા. સર્વ ગો પ્રત્યે સમદર્શિતા દાખવનાર તેમ જ મિલનસાર એવા ગચ્છનાયક ઉદયસાગરસૂરિને કવિવર નિત્યલાભે સુંદર અંજલિ અપ છે –
ગુણ ભરીઓ દરીએ, ગુહિર ગ્યાન તણે ગુરુરાજ; સરસ વચન રચના સરસ, ગિરુઓ ગરીબ નિવાજ.
-
C
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com