________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
પ્રતિષ્ઠા કરાવી. આવા તો નાનાં-મોટાં અનેક ધર્મકાર્યો મહેદ્રસિંહસૂરિના સમયમાં થયાં. - મહેન્દ્રસિંહસૂરિના આધ્યાત્મિક શાસન દરમિયાન ભુવનતુંગસૂરિ સમર્થ આચાર્ય થઈ ગયા. તેઓ પ્રખર સાહિત્યકાર ઉપરાંત મંત્રવાદી પણ હતા. તેમના ઉપદેશથી વીસા શ્રીમાલી જ્ઞાતીય મંત્રી વાછાએ વયજલપુરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જિનમંદિર બંધાવ્યું.
ભુવનતુંગસૂરિએ રાઉલ ખેંગાર ૪ થા (રાજ્ય વિ. સં. ૧૩૩૬–૯૦)ની સમક્ષ જૂનાગઢમાં તક્ષનાગને પ્રત્યક્ષ કરીને સેળ ગારૂડીઓના વાદ જીત્યા અને આજીવન સર્પ પકડવાને કે ખેલાવવાનો ધંધો ન કરે એ નિયમ ગારૂડીઓ પાસેથી લેવડાવ્યો. આચાર્ય રાઉલ ખેંગાર પાસેથી ફરમાન મેળવીને સવા લાખ જાળ છોડાવી તથા પાંચસે ભાથિએ ભાંગ્યા. કહેવાય છે કે તેમણે ચોર્યાસી જ્ઞાતિના વણિકે અને ચોર્યાસી ગરછના યતિઓની ઉપસ્થિતિમાં શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા બેલાવી ચમત્કાર પણ દેખાડેલે.
ભુવનતુંગસૂરિનું નામ ગ્રન્થકાર તરીકે જેન વાભયમાં ચિરસ્મરણીય રહેશે. જેન આગમ પર ગણ્યાગાંઠ્યા વિદ્વાનોએ જ ટીકાઓ રચી છે, જેમાં તેમનું નામ પ્રથમ હરોળમાં મૂકી શકાય. તેમના ગ્રન્થ આ પ્રમાણે છેઃ (૧) રાષિમંડલવૃત્તિ (૨) ચતુશરણવૃત્તિ (૩) આતુરપ્રત્યાખ્યાનવૃત્તિ (૪) સીતાચરિત્ર (૫) મલ્લિનાથચરિત્ર (૬) આત્મસંબેધકુલક (૭) ઋષભદેવચરિત્ર (૮) સંસ્મારક પ્રકીર્ણક અવચૂરિ.
તપાગચ્છીય સેમસુંદરસૂરિ (વિ. સં. ૧૪૫૬-૧૫૦૦) જેવા પ્રકાંડ વિદ્વાન, જેમને ઇતિહાસકાર યુગકાર તરીકે
ઓળખાવે છે, તેમને પણ “આતુર પ્રત્યાખ્યાન અવચૂર્ણિ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com