________________
૧૦ ]
આગમકલા-મુખ” બિરુદધારક રચવા માટે ભુવનતુંગસૂરિની ઉક્ત વૃત્તિને આધાર લેવો પડ્યો હતા, એ હકીક્ત એમની અજોડ વિદ્વત્તા સૂચવે છે. પાયાંગ સાહિત્યને સંબંધ છે ત્યાં સુધી થડાક પાયાંગ પર જ ટીકાઓ રચાઈ છે, જેમાં ભુવનતુંગસૂરિની ટીકાઓ સર્વોત્કૃષ્ટ ગણાય છે.
પ્રેમલાભ વ્યાકરણના પ્રણેતા પ્રેમલાભ, “બાલશિક્ષાવ્યાકરણ”ના કર્તા ભક્તિલાભ “ચંદ્રપ્રભસ્વામી ચરિત્ર'ના કર્તા ચંદ્રપ્રભસૂરિ, “જબૂસ્વામિ ચરિય”ના કર્તા કવિ ધર્મ વગેરે ગ્રન્થકારે અને વિદ્વાને મહેન્દ્રસિંહસૂરિના આધ્યાત્મિક શાસનમાં થઈ ગયા.
ચરિત્રનાયકના અનુગામી પટ્ટધર સિંહપ્રભસૂરિ પણ પ્રકાંડ વિદ્વાન થઈ ગયા. મૂળ તે એમના સંસારપક્ષના વડીલ બંધુ દિક્ષાભિલાષી હતા, પરંતુ દીક્ષા લેતી વખતે અચકાતા હતા. તે વખતે ઢીલ થતાં તેમણે સિંહની અદાથી તૈયાર થઈ દીક્ષા લીધેલી. સિંહપ્રભસૂરિ પણ આગમગ્રન્થના પ્રખર વિદ્વાન હતા. સૂત્રોની ઉલટી આવૃત્તિ કરીને તેમણે દક્ષિણના મહાવાદીને જીતેલા. પાટણ આદિ નગરમાં મિથિલ પ્રભૂતિ શૈવ સંપ્રદાયના પ્રખર પુરસ્કર્તાઓને સિંહપ્રભસૂરિએ વાદમાં જીતેલા. શિષ્યાવસ્થામાં તેઓ હતા એ વખતે જ ગુરુ સાથે વાદ કરવા આવેલા ધુરંધર વિદ્વાનોને તેમણે બુદ્ધિબળથી પરાસ્ત કરેલા, જે દ્વારા તેમની અગાધ વિદ્વત્તા સૂચિત થાય છે.
મહેન્દ્રસિંહસૂરિના અન્ય શિષ્ય તથા સિંહપ્રભસૂરિના અનુગામી પટ્ટધર અજિતસિંહસૂરિ પણ પ્રભાવક આચાર્ય હતા. તેમણે વિ સં. ૧૩૩૯ માં એક જ મુહૂર્તમાં પોતાના પંદર શિષ્યને આચાર્યપદે સ્થાપ્યા હતા. તેમણે જાહેરના ચૌહાણ વંશીય રાજા સમરસિંહને પ્રતિબોધીને જૈન ધર્માનુયાય કર્યો. સૂરિના ઉપદેશથી રાજાએ પિતાના રાજ્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com