________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
[ ૧૧
અમારિ પડહની ઉષણા કરાવી, તથા અનેક ધર્મકાર્યો કર્યા. ત્યાંના લોકો પરમહંતુ કુમારપાલના સમયને સંભારવા લાગ્યા. અજિતસિંહસૂરિના ઉપદેશથી વિ. સં. ૧૩૩૫ માં ચાણસ્મા નગરમાં ભટેવા પાનાથ તીર્થની પ્રતિષ્ઠા થઈ. આ તીર્થને મહિમા ઘણે ગવાય છે.
આવા તેજસ્વી શિષ્યોની મંડળીથી વીંટળાયેલા ચરિત્રનાયક પણ એવા જ પ્રખર વિદ્વાન હતા ભાવસાગરસૂરિ એમની વિદ્વત્તાને બિરદાવતા તેમને “વાદીરૂપી હાથીઓના સમૂહમાં સિહ સમાન” કહે છે તે યથાર્થ જ છે. મહિમાવાન આચાર્ય મેરૂતુંગસૂરિ એમને “આગમકલા મુખ” એટલે કે જેમના મુખમાં આગની સકલ કળા શેભે છે એવા કહ્યા છે. તેઓ વિશેષમાં જણાવે છે કે માત્ર એક વખત મુખ–પાઠથી જ એમને બધું યાદ રહી જતું! આવું વર્ણન મહેન્દ્રસિંહસૂરિના પ્રખર અભ્યાસીપણ, તેમ જ તેમના વિદ્યાવ્યાસંગને જવલંત અંજલિરૂપ છે.
ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં જણાવે છે કે એક વખતે મહેન્દ્રસિંહસૂરિ વિહરતા કર્ણાવઈ-કર્ણાવતી નગરીમાં ઉત્સવ સહિત પધાર્યા હતા. ત્યાં મંત્રીવર્ય વસ્તુપાલ પિતાના ચોર્યાસી સુભટો સહિત ગુરુને વંદન કરવા આવ્યો હતો. સૂરિની ધર્મદેશના સાંભળીને તેમના બધા સંશય દૂર થઈ ગયા. આથી ગુરુના પ્રભાવથી ચમત્કૃત થઈ, એમને નમીને સૌ વિદાય થયા.
મેરૂતુંગસૂરિ બીજો એક પ્રસંગ વર્ણવતાં કહે છે કે મહેન્દ્રસિંહસૂરિ માંદગીને લીધે તિમિરવાટકમાં રહેતા હતા ત્યાં ઝાલોરને સંઘ તેમને વંદન કરવા આવ્યું. સંઘના ખાસી સંદેહ પૂછડ્યા વિના આચાર્યે એક જ વ્યાખ્યાનમાં દૂર કર્યા,
બે સંદેહ એકાંતમાં ભાંગ્યા. કવિ ચકવતિ જયશેખરસૂરિ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
-સિહસૂરિ વિમત્રીવર્ય વસ્તી તો સ