________________
૧૨ ]
આગમકલા-મુખ” બિરદધારક પ્રસંગનું કાવ્યમય વર્ણન કરે છેઃ “જ્ઞાનાદિ સંપત્તિવાળા મહેન્દ્રસિંહસૂરિ સૂર્યની જેમ શેભતા હતા, જેમણે પ્રથમ દર્શને જ અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનાર વચન—કિરણે દ્વારા દૂરથી આવેલા શ્રાવકોના મન-કમળમાંથી ચેર્યાસી સુબદ્ધ સંશો આશ્ચર્યકારક રીતે ભ્રમરની જેમ દૂર કર્યા.”
મહેન્દ્રસિંહસૂરિને પુણ્યતિલસૂરિ સાથે થયેલ વાદ મહત્ત્વનો પ્રસંગ છે. કાસાહુદગચ્છીય પાદલિપ્તસૂરિની પરં. પરામાં પુણ્યતિલકસૂરિ પ્રખર વિદ્વાન થઈ ગયા. તેઓ વિહરતા અવંતીપુરમાં પધાર્યા, જ્યાં “વિધિપક્ષગચ્છાધિરાજ, સરસ્વતી લખ્ય–પ્રસાદ” મહેન્દ્રસિંહસૂરિ બિરાજતા હતા. એમને અપૂર્વ મહિમા જઈને વિદ્યામદથી પુણ્યતિલસૂરિ એમની પાસે વાદલિસાથી આવ્યા, અને આહાન આપ્યું. ગુરુએ કહ્યું: “વૃથા વાદનું પ્રયેાજન શું?” જવાબમાં પુણ્યતિલકસૂરિએ જણાવ્યું કેઃ “વૃથા શા માટે? જે જય પામે તે અન્યને શિષ્ય કરે!” ગુરુએ તે સ્વીકાર્યું, અને વાદને પ્રારંભ થયો. ગુરુએ તેમને મુહૂર્તમાં જ જીતી લીધા. આથી પુણ્યતિલકસૂરિ પિતાને ધન્ય માનવા લાગ્યા. ગુરુને વંદના કરી, સ્તુતિ કરીને તેઓ તેમના શિષ્ય થયા. ગુરુએ પણ તેમની મહત્તાના રક્ષણાર્થે દીક્ષા આપી તેમને શાખાચાર્ય–પદે સ્થાપ્યા. વળી તેમના પૂર્વાચાર્ય પાદલિપ્તસૂરિએ રચેલા “શ્રી વીરજિનતેત્રને “સપ્રભાવ, બગ-સિદ્ધિ-સંપન્ન” જેઈ સમસ્મરણ મહાતેત્રમાં તૃતીય મહાસ્તોત્ર તરીકે મહેન્દ્રસિંહસૂરિએ સ્થાપ્યું. આ સ્તોત્રનું મહત્ત્વ ઉપસર્ગહર તેત્રની જેમ જ “અનેક યુગ સિદ્ધિમય” હોઈને નવોદિત શિષ્યોને દીક્ષા આપ્યા બાદ સૌ પ્રથમ તેને પાઠ શીખવવામાં આવે છે.
પ્રકાર તરીકે પણ મહેન્દ્રસિંહસૂરિનું નામ જૈન વાહShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com