________________
૧૬]
અંચલગચ્છને પ્રથમ શ્રાવક ધર્મ–પ્રવૃત્તિમાં નવા નવા તબક્કાઓ આલેખાતા ગયા, જેની તવારીખ સુદી છે. જેનસંઘના ઇતિહાસમાં તે દ્વારા વિશિષ્ટ અધ્યાય આલેખાયે.
યશેાધન ભણશાલી અને આર્યરક્ષિતસૂરિના પાવાગઢની શૃંગ ઉપર થયેલા સુભગ મિલનને એ બધું આભારી હતું. એ શૃંગ ઉપર જ અંચલગચ્છને વિચાર–દેહ ઘડાયે, ભાલેજ નગરમાં તેને આકાર મળે. આ બધી ઐતિહાસિક ઘડીઓના નિર્માણમાં યશોધનને ફાળે ઘણું જ મહત્વપૂર્ણ રહેલે એની કેણ ના પાડી શકે? અંચલગચ્છના પ્રથમ શ્રાવક તરીકે એ ગચ્છના ઇતિહાસમાં એનું નામ અવિચળ રહેશે એમાં સંદેહનથી.
યશાધન કેટલાં વર્ષો ? એ વિશે કે એના પછીના જીવન વિશે ઝાઝું કશું જ જાણી શકાતું નથી. વિ. સં. ૧૧૫ માં એણે એક કરોડ મુદ્રિકાઓ ખરચીને આર્ય રક્ષિતસૂરિના ઉપદેશથી ધર્મકાર્યો કર્યાં એ વિશે પ્રમાણગ્રન્થમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. એ પછી પણ એ જ હશે એમ અનુમાન કરી શકાય છે. ગમે તેમ, પિતાના જીવનની અંતિમ સંધ્યાએ તે અંચલગચ્છને સ ગીન પાયા પર મુકાયેલે જોઈને આ ફાની દુનિયા છેડી ગયે હશે. પિતાના જીવનનું શ્રેષ્ઠ કર્તવ્ય ફળીભૂત થયેલું જોઈને તેણે જીવનની ધન્યતા માણું હશે, માનવભવની ઇતિ કર્તવ્યતા અનુભવી હશે એ ચોક્કસ છે. એના વંશજોએ પણ એનાં ધર્મકાર્યો જારી રાખ્યાં હતાં એ વિશે પણ સ્પષ્ટ પ્રમાણે સાંપડે છે. અંચલગરછ આ શ્રાવક-શિરોમણિ અને એના બડભાગી વંશજો માટે ગૌરવની લાગણી અનુભવે છે. યશેધનનાં કાર્યો આજની વિકટ ઘડીએ અંચલગચ્છના ઉત્થાન માટે પ્રેરણા સ્ત્રોત બને એજ અભ્યર્થના!
– તું --
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com