________________
શ્રેષ્ઠી રાજસી શાહ નાગડા
[ ૧૫ ભણાવી. સ્વામીવાત્સલ્યાદિમાં પણ ઘણું ધન ખરચ્યું. યાત્રા કરી સૌ ક્ષેમકુશળ જામનગરમાં પાછા ફર્યા.
એ પછી રાજસી શાહે દ્વિતીય પ્રતિષ્ઠા માટે કલ્યાણસાગરસૂરિને આગ્રહપૂર્વક જામનગરમાં તેડાવીને વિ. સં. ૧૬૬ ના ફાગણ શુદિ ૩ ને શુક્રવારે બિંબપ્રતિષ્ઠા કરાવી. ઉત્તર દિશાના દ્વાર પાસે વિશાળ મંડપ બંધાવ્યા. ચૌમુખછત્રી, દહેરી તથા પગથિયાં બંધાવ્યાં. અહીંથી ચૈત્ય પ્રવેશ થાય છે. બન્ને બાજુ ઐરાવત હાથીઓ ઉપર ઈન્દ્ર બિરાજિત કર્યા. પ્રતિષ્ઠા પ્રસંગે સમસ્ત નગરને ભેજનાથે નિમંત્રવામાં આવ્યું. બ્રાહ્મણને દસ હજારનું દાન આપીને ભોજન કરાવ્યું. રાજસી શાહે ચોથ વ્રત ગ્રહણ કરવાના પ્રસંગે પણ સમસ્ત મહાજનેને જમાડ્યા.
રાજસી શાહની પત્ની સીરિયાદેએ ગિરનારને સંઘ કાવ્યો અને વિ. સં. ૧૬૯૨ ના અક્ષયતૃતીયાના દિને તીર્થ– યાત્રા કરી. સીરિયાદેએ માસક્ષમણ કરીને છરી પાળતાં આબૂ અને શત્રુંજયની પણ યાત્રા કરી. સીરિયાદે રાસમાં એમનાં કાર્યોનું વર્ણન છે. રાજસી શાહના દ્વિતીય પત્ની રાણદેને રાસ પણ ઉપલબ્ધ થાય છે, જેમાં તેમનાં સુકૃત્યેનું વર્ણન છે.
રાજસી શાહે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી અંચલગચ્છીય શ્રાવકોને પ્રત્યેક ઘરે લહાણે પાઠવી હતી. કવિ હર્ષ. સાગરજીએ બસે જેટલાં શહેરોની લાંબી સૂચિ વર્ણવી છે,
જ્યાં રાજસી શાહની લહાણી ફરી હતી. આ કાર્યમાં નવ લાખ કોરીનો ખર્ચ થયે હતે. રાજસી શાહની કીર્તિ એ દ્વારા સમગ્ર ભારતમાં વિસ્તરી ગઈ.
ભદ્રોમાં વિશેષ બાબત એ છે કે જહાંગીર બાદશાહના રાજ્યમાંથી ૮૪ ગઝોના યતિઓને ગુજરાતમાં નાસવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com