________________
૧૬ ]
ચેરીવાળા જિનાલયના નિર્માતા પડેલું, ત્યારે રાજસી શાહે તેમને સાત વર્ષો સુધી આશ્રય આપે અને ઘણું ધન ખરચ્યું હતું. ખરતરગચ્છાધિપતિ જિનસિંહસૂરિએ એવી ભવિષ્યવાણી ઉચ્ચારેલી કે ખુશરૂ બાદશાહ બનશે. જહાંગીરે આ વાત દાઢમાં રાખી અને પોતે તખ્તનશીન થયે કે તરત જ તેણે પિતાના વિરોધીઓ સામે કડકાઈથી કામ લીધું. ઉક્ત ભવિષ્યવાણું જૈન શ્રમણને ખરેખર ભારે પડી ગયેલી!
હર્ષસાગરજીએ વિ. સં. ૧૨૯૭ માં રાસ ર હેઈને ત્યાં સુધીની તેમની વિદ્યમાનતા સિદ્ધ થાય છે. એ પછી રાજસી શાહે ધર્મકાર્યો કરતાં શેષ જીવન નિગમન કર્યું હશે. આ રીતે ચરિત્રનાયક લાંબુ જીવન જીવ્યા હશે એમ સહેજે અનુમાન કરી શકાય છે.
ઉક્ત બેઉ રાસમાં રાજસી શાહનાં મહદ્ કૃત્યોનું વિશદુ વર્ણન મળે છે. રાસકારોએ એમનાં કાર્યોને ખૂબ ખૂબ બિર. દાવ્યાં છે. રાસકારોએ યે જ કહ્યું છે કે ચરિત્રનાયક ધર્મકાર્યોમાં જગસી, જાવડ, જગડુ, ભામા, રામ, કુરપાલ, આસકરણ, જસુ, ટોડરમલ, ભાલ, કર્મચંદ, વસ્તુપાલ, વિમલની જેમ સુકૃતકારી હતા. આ રીતે જૈન સંઘના ઈતિહાસમાં રાજસી શાહનું નામ સુવર્ણાક્ષરે આલેખાયું છે. જામનગરની તવારીખમાં પણ એમનું નામ નોંધનીય છે. ભૂચરમેરીના ખૂનખાર યુદ્ધમાં તારાજ થયેલા રાજ્યને રાજસી શાહે ભામા શાહની જેમ આર્થિક મદદ આપેલી. જામનગરના રાજ્યની આબાદીમાં ચરિત્રનાયકે ઘણે મોટો ભાગ ભજવ્યો છે. આમ તત્કાલીન રાજકીય તવારીખમાં પણ રાજસી શાહનું નામ આવે જ છે. આવા “રાજમાન્ય, “કેટિધ્વજ” શ્રેણી અંચલગચ્છને ફરી ફરી મળે એજ અભ્યર્થના.
– –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com