________________
લક્ષ ક્ષત્રિય પ્રતિબોધક પટ્ટાવલી કાર જણાવે છે કે સેળ અંગુલ લાંબુ, સાત અંગુલ પહોળું, જાણે કુંકુમના તિલકથી અંકિત ન હોય એવા ઉત્તમ લક્ષણવાળું તેમનું લલાટ હતું. એમની ચિત્તશક્તિ પણ અભૂત હતી. પ્રથમ વાંચનથી જ તેમને બધું કંઠસ્થ થઈ જતું. ત્રણેક વર્ષમાં ત્રણ કરોડ ક–પરિમાણ ગ્રન્થ તેમની જીભને ટેરવે રમતા થયા! વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, છંદ, અલંકાર, આગમ આદિ વિવિધ શ્રુત-સાગરના તેઓ પારગામી થયા. કવિઓએ “સાત કોટિ ગ્રન્થ મુખે જેહને” એવું કહીને એમના વિદ્યાવ્યાસંગને નવા છે.
જેવું જ્ઞાન એવાં જ કાર્યો. એમનાં સમ્યકત્વ વિશે વર્ણન કરવાનું પણ કવિઓ ચૂક્યા નથી. ગુર્નાવલીમાં જણાવાયું છે કે તેઓ શિષ્ય-પરિવાર સહિત બે દિવસને અંતરે વિહાર કરતા. પ્રાય: ગામડામાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ રહેતા. આ રીતે ઉગ્ર વિહારી અને કઠોર તપસ્વી તરીકે તેઓ પંકાયા હતા.
સિદ્ધરાજ તેમના નિઃસંગપણાથી વિસ્મય પામેલે અને પિતાની રાજસભામાં હર્ષોલ્ગારો દ્વારા તેમની ભૂરિ ભૂરિ પ્રશંસા કરતા એમ કવિ ચકવતિ જયશેખરસૂરિ વર્ણવે છે તે ચરિત્રનાયકને મહાનતા અપાવે છે. કેટલાક પ્રાચીન કવિઓએ તેમને “સિદ્ધરાજચિંતા”—સિદ્ધરાજ વડે પૂજાયેલા, એવા કહ્યા છે તે પણ આ સંદર્ભમાં સૂચક છે.
વિ. સં. ૧૨૦૨ માં તેમને પાવાગઢ નિકટના મંદઉર નગરમાં આચાર્ય પદે વિભૂષિત કરવામાં આવ્યા, અને જયસિંહસૂરિ એવું તેમનું નામાભિકરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વડેદરા, ખંભાત વગેરે નગરમાંથી વિશાળ સમુદાય પધારેલે. ચંદ્રગથ્વીય મુનિચંદ્રસૂરિ સંતતીય આચાર્ય રામShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com