________________
શ્રી જયસિંહસૂરિ
જેસિંગે મહારાજા સિદ્ધરાજની પણ મુલાકાત લીધી, અને તેને એક લાખ ટંકના મૂલ્યને હીરાજડિત હાર ભેટણામાં આપે. સિદ્ધરાજે તેને બેટા કહીને સંબોધન કરેલું. અને તેનું અંગત વ્યક્તિ તરીકે સન્માન કરેલું. રાજાએ પાટણ આવવાનું પ્રયોજન પૂછતાં જેસિંગે દીક્ષા લેવાની પિતાની અંગત ભાવના વ્યક્ત કરી. રાજાએ તેને થરાદમાં બિરાજતા આચાર્ય આર્ય રક્ષિતસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરવાનું સૂચવ્યું. અંચલગચ્છ–પ્રવર્તાકજીના ઉદાત્ત ચારિત્ર્યથી રાજા ઘણે જ પ્રભાવિત થયે હતો. જેસિંગે પણ એમના વિશે ઘણું સાંભળ્યું હતું.
સિદ્ધરાજની પ્રેરણાથી જેસિંગ થરાદ ગયો. સૂરિ દેવદર્શને ગયા હોવાથી તે ઉપાશ્રયમાં બેઠે. તેની નજર ઠવણી ઉપર મૂકેલા દશવૈકાલિકસૂત્ર પર પડતાં એ ગ્રન્થ લઈને તે વાંચવા માંડ્યો. તેની સાત ગાથાઓ માત્ર એક વખત વાંચવાથી જ તેને કંઠસ્થ થઈ ગઈ ! થોડીવારમાં સૂરિ આવી પહોંચ્યા. બાળકની એકાગ્રતા અને બુદ્ધિમત્તા જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. હોંશે હોંશે તેમણે બાળકના આગમનનું કારણ પૂછ્યું અને તેઓ બધી વિગતોથી અવગત થયા. આવા મેઘાવી બાળકને કોણ શિષ્ય તરીકે ન સ્વીકારે ?
વિ. સં. ૧૧૯૭ માં થરાદમાં મહોત્સવપૂર્વક તેને દીક્ષા આપીને તેનું યશચંદ્ર એવું નામ રાખ્યું. ત્યારથી ગુરુ અને શિષ્યની મહાન જોડલીએ અપ્રતિમ કારકીર્દિ દ્વારા જૈન ઇતિહાસમાં આગવું પ્રકરણ આલેખ્યું. ગુરુએ જે વિચારઈમારતને પાયે નાખ્યો હતો તેને ભવ્ય આકાર આપનાર શિષ્ય હવે તેમને મળી ગયે. આ ગ દુર્લભ હોય છે.
નવેદિત શિષ્યની દેહકાંતિનું વર્ણન ધ્યાનાકર્ષક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com