________________
૨ ]
લક્ષ ક્ષત્રિય પ્રતિબંધક એવી ભવિષ્યવાણી ઉચ્ચારી કે–“આ શુભ શકુન એવું સૂચવે છે કે જૈન શાસનને યશકલગી અપાવે એ મેઘાવી બાળક આપની કુખે અવતરશે, સંસારનો ત્યાગ કરી તે સંયમ માર્ગ અપનાવશે.” આ સાંભળીને માતા-પિતા ઘણાજ હર્ષિત થયાં.
બન્યું પણ એવું જ. સોપારામાં પધારેલા આચાર્ય કક્કસૂરિના મુખેથી જ બુચરિત્રનું શ્રવણ કરતાં જેસિંગના હૃદયમાં વૈરાગ્યનાં અંકુરે પ્રકટ્યાં અને જંબૂકુમારની જેમ દીક્ષા ગ્રહણ કરવાના તેને કોડ જાગ્યા. તે વખતે તેમની ઉંમર માત્ર સત્તર વર્ષની હતી.
મહાન થવા સર્જાયેલા બાળકની ઈચ્છાને આડે કોઈ મા-બાપ આવે ખરાં? શ્રેષ્ઠી દાહડ અને શ્રાવિકા નેઢી બાળકના મનની વાત પહેલેથી જ જાણતાં હતાં અને એટલે તેમણે જેસિંગ પિતાને ભાવિ માર્ગ સ્વેચ્છાએ નક્કી કરી શકે એવા ખ્યાલથી તેને તીર્થયાત્રાએ મોકલ્યો. પિતાના ઈચ્છિત આદશની દિશામાં બાળક આગળ વધે એજ સારું.
પિતાના પરમ મિત્ર આશધર–અપરનામ શુભદત્તની સાથે તીર્થાટન કરતા જેસિંગ ખંભાત, ભરૂચ વગેરે મહાનગર ફરી શ્રી પંચાસરા પાર્શ્વનાથના દર્શનાર્થે પાટણમાં પહોંચ્યો. તે કાળે પાટણની સમૃદ્ધિ એર હતી. ભારતવર્ષનાં ઉત્કૃષ્ટ નગરોમાં એની ગણના થતી હતી. પાટણની જાહોજલાલી માત્ર ધનકુબેરેથી કે રાજનીતિથી જ નહતી. ઉગ્ર તપસ્વીઓ અને પ્રખર વિદ્વાનું પણ પાટણ પ્રમુખ ધામ હતું. ગુજરાતની રાજ્યલક્ષમી તેમજ સંસ્કારલક્ષ્મી એ અરસામાં ચરમ કળાએ ખીલી હતી. ત્યાં પધારતા અનેક પ્રવાસીઓની જેમ જેસિંગે પણ તે અનુભવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com