________________
લક્ષ ક્ષત્રિય પ્રતિબંધક શ્રી જયસિંહસૂરિ
લાખ ક્ષત્રિયોને પ્રતિબોધ આપીને તેમને જૈન ધર્મના રંગે રંગનાર પ્રભાવક આચાર્યોમાં જયસિંહસૂરિ આગલી હરોળમાં સ્થાન ધરાવે છે. વિ. સં. ૧૧૭૯ માં તેમને જન્મ કંકણ પ્રદેશ અંતર્ગત પારા પટ્ટણમાં થયે. તેમનું પૂર્વાશ્રમનું નામ જેસિંગકુમાર. પિતા ઓસવાળ વંશીય વ્યવહારી દાહડ. માતા નેઢી. શ્રેષ્ઠી દાહડ કેટિધ્વજનું ગૌરવ ધરાવતા હતા. ગૂર્જરેશ્વર સિદ્ધરાજ સાથે તેમને વ્યક્તિગત સંબંધ હતો, જે દ્વારા તેમના ઉચ્ચ સ્થાનનું સૂચન મળી રહે છે. એ અરસામાં કંકણ પ્રદેશ ઉપર ગૂર્જરેશ્વરની આણ વર્તાતી.
જેસિગના જન્મ પહેલાં માતા નેઢીએ સ્વપ્નમાં પૂર્ણ ચંદ્ર જે હતો. પટ્ટાવલીમાં એવું વર્ણન છે કે સ્વપ્નમાં તેણીએ મંદિરના શિખર ઉપર સુવર્ણ કળશ ચડા અને એટલે જેસિગનું લાડનું નામ જિનકલશ રખાયું. આ અસાધારણ સ્વપ્ન જોઈને માતાને કૌતુક થયું. વલ્લભીગછના આચાર્ય ભાનુપ્રભસૂરિ જેઓ તે વખતે સોપારામાં બિરાજતા હતા તેમની પાસે એ વાત નિવેદિત કરતાં આચાર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com