________________
૧૬ ]
અંચલગચ્છ-પ્રવર્તક તથા ગ્રન્થર્તાનું નામ જ દર્શાવેલ છે. આથી વિશેષ સામગ્રી અનુપલબ્ધ છે.
વિ. સં. ૧૨૩૬ માં ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ચરિત્રનાયક બેણપમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેઓ પિતાની પાછળ ૧૨ આચાર્યો સહિત ૩૫૧૭ સાધુ-સાધ્વીઓને શિષ્ય-પરિવાર મૂકતા ગયા. પિતાના જીવન કાળમાં જ ઉદય પામેલા ગચ્છને પિતાની હયાતિમાં જ આટલે વિશાળ ત્યાગી પરિવાર પ્રાપ્ત થઈ શક્યો, તેમ જ ગચ્છને સંગીન પાયા ઉપર મૂકી શકાય એમાં તેમની મહાન સિદ્ધિ છે. શિથિલાચાર સામે સુવિહિત પરંપરાનો આ વિજય ગણી શકાય. આજે તે આ વાતને નવેક શતાબ્દીઓનાં વહાણું વાઈ ગયાં, છતાં અંચલગચ્છ પિતાનું આગવું અસ્તિત્વ ટકાવી રાખવા સમર્થ બની શક્યા છે તે પણ તેમના અપ્રતિમ ત્યાગ અને પુરુષાર્થને આભારી છે. આવા યુગપ્રવર્તકને કેટિ કેટિ વંદન !!
अस्तु
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com