________________
શ્રી જયસિંહસૂરિ
દેવસૂરિ જેવા અન્ય ગચ્છીય મહાનુભાવોએ આ પ્રસંગમાં આગેવાનીભર્યો ભાગ લીધે. મંદઉરના શ્રી પાર્શ્વનાથ જિનાલયમાં ઉજવાયેલા આ ધન્ય પ્રસંગે રાઉત ચંદ્ર નામનો શ્રેષ્ઠીવર્ય. જે ઉક્ત રામદેવસૂરિના પરમ ભક્ત શ્રાવક હતો તેણે ઘણું ધન ખરચ્યું. એ શ્રાવક અંચલગચ્છીય નહોતા એ વાત અહીં ઘણું જ મહત્ત્વની છે, કેમ કે પહેલાં ગચ્છ– વ્યવસ્થા સંકુચિત માનસ પર આધારિત ન હતી તેનું આવા પ્રસંગે દ્વારા સ્પષ્ટ સૂચન મળી રહે છે.
રામદેવસૂરિના આચાર્ય પદ-મહોત્સવમાં જયસિંહસૂરિએ પણ ઉમંગપૂર્વક ભાગ લીધેલો અને અંચલગરછીય શ્રાવકેએ એ પ્રસંગે ઘણું ધન ખર્ચેલું એ વાત પણ અહીં નોંધનીય છે. વિવિધ ગચ્છો વચ્ચેના આવા નેહભાવભર્યા પ્રસંગો ખરેખર, પ્રેરક છે. વિવિધ ગછે એક બીજાના પ્રતિસ્પર્ધા છે એવી માન્યતા કેટલી ભ્રાન્તિયુક્ત છે તેની પ્રતીતિ આવી હકીક્તોથી સહેજે થઈ શકશે.
બધા જ વેતાંબર સંપ્રદામાં એ વખતે અપૂર્વ એક્તા હતી તેનું સૂચન વિ. સં. ૧૧૮૧ માં થયેલા દિગંબરો અને વેતાંબર વચ્ચેના ઐતિહાસિક વાદ-વિવાદથી પણ મળે છે. સમગ્ર દિગંબર સંપ્રદાયની આગેવાની કર્ણાટકના સમર્થ વિદ્વાન કુમુદચંદ્ર ભટ્ટારકે લીધેલી. શ્વેતાંબર સંપ્રદાયના કર્ણધાર હતા વાદીદેવસૂરિ શાસનના ઐક્યની આવ શ્યકતા વખતે ગચ્છની ભેદરેખ પહેલાં કદિયે આડી આવી નથી. પરિણામે દિગંબર સંપ્રદાયને વેતાંબરોની હેડમાં ઉતરવું પડ્યું, જે તેમના હિતની વિરૂદ્ધ પુરવાર થયું. જે ગચ્છ-સ્પર્ધા હોત તો પરિણામ વિપરિત આવત એમાં શંકા
નથી. ઐતિહાસિક દષ્ટિએ ઉક્ત પ્રસંગ ઘણું જ મહત્ત્વને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com