________________
કયારા અમાણે
પટ્ટણથી
અને પીતાંબર
લક્ષ ક્ષત્રિય પ્રતિબંધક વાદમાં દિગંબરોનો પરાજય થયો હતો. આથી એમનું પ્રભુત્વ ગુજરાતમાંથી એાસરતું ગયું.
ચરિત્રનાયકને પણ દિગંબર સાથે વાદમાં ઉતરવાને પ્રસંગ આવ્યો હતો. તે અંગે પટ્ટાવલીકાર આ પ્રમાણે આખ્યાયિકા વર્ણવે છે. એક વખતે રાજા કુમારપાલ પૂજા કરતો હતો ત્યારે મુંગીપટ્ટણથી આવેલા તેના મિત્રે કહ્યું કે આપનું પીતાંબર પવિત્ર નથી. રાજાએ તેનું કારણ પૂછતાં પરદેશીએ જણાવ્યું કે—“અમારે રાજા મદનભ્રમ પહેલાં બધાંજ વસ્ત્રોને તેની શૈયામાં મૂકાવે છે. ત્યાર બાદ તેની નિકાસ થાય છે!” રાજ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયે. પિતાના ગુપ્તચર દ્વારા તેણે આ વાતની ખાત્રી કરી. અને મુંગીપટ્ટણના વણકરને પાટણમાં વસાવવાનો તેણે નિશ્ચય કર્યો. વણકરના આગેવાનોએ રાજાની વાત સ્વીકારી, પરંતુ એવી શરત મૂકી કે અમારી સમગ્ર શાલવી જ્ઞાતિ, અમારા ગુરુ છત્રસેન ભટ્ટારક તથા ઈષ્ટદેવ-દેવીઓની મૂર્તિઓ સહિત આવીએ. રાજાએ એમની શરત સ્વીકારી એટલે સમગ્ર શાલવી જ્ઞાતિએ પાટણમાં આવીને કાયમી વસવાટ કર્યો. તેમની વસ્તીથી સાત પુરા વસ્યા. પિતાના કૌશલ્યથી તેમણે પાટણની કીર્તિ વિસ્તારી. પાટણ પટોળાથી પ્રસિદ્ધ થયું.
તેઓ દિગંબર સંપ્રદાયના હોવાથી રાત્રિપૂજા કરતા તે રાજાને ગમતું નહિ. તેઓ વેતાંબર થાય તો સારું એવો તેને વિચાર આવ્યો. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે શાલવીઓના ગુરુ છત્રસેન ભટ્ટારક તથા ચરિત્રનાયક વચ્ચે વાદ કરાવવાનું સૂચવ્યું. હારનાર પોતાના શિષ્ય–સમુદાય સહિત જીતનારનો સંપ્રદાય સ્વીકારે એવું ઠરાવવામાં આવ્યું. બન્ને પક્ષો આ અંગે સંમત થતાં બન્ને વચ્ચે વાદ થયો, જે સાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com