________________
૧૪]
અંચલગચ્છ-પ્રવર્તક ઓશવાળ જ્ઞાતિમાં ભળીને સહસગુણ ગાંધી એવી ઓડકથી પ્રસિદ્ધ થયા. જેસંગકુમારે ગુરુના ઉપદેશથી શત્રુંજયને તીર્થસંઘ કાઢ્ય, ધર્મકાર્યોમાં અઢળક ધન ખરચીને તેણે લક્ષમીને કૃતાર્થ કરી.
ખંભાતન ધનાઢ્ય આરબ વેપારી સીરિક પણ સૂરિના અનેક અગ્રેસર ભક્તોમાંથી એક હતો એવું પટ્ટાવલીમાં વિધાન છે. પાટણના શાલવીઓ ચરિત્રનાયકનો ઉપદેશ સાંભળીને તેમના અનન્ય ભક્ત થયેલા પહેલાં તેઓ દિગંબર સંપ્રદાયના હતા. જેનો અને જૈનેતરોના આવા તો અનેક પ્રસંગ છે, જે દ્વારા ચરિત્રનાયકના અલૌકિક પ્રભાવનું સૂચન મળે છે.
ચરિત્રનાયકના શિષ્ય-પરિવાર વિશે ઝાઝું જાણી શકાતું નથી. સંખ્યાની દષ્ટિએ સાધુઓ ૨૨૦૨ અને સાધ્વીઓ ૧૩૧૫ હતાં. એટલે કે સાધ્વીઓ કરતાં સાધુઓ અધિક સંખ્યામાં હતા. તીર્થકરોના શાસનમાં કે હાલમાં સાધ્વીએની ઘણું વિશાળ સંખ્યાની સરખામણીમાં મધ્યકાલીન સમયમાં તેની અપતા આપણું ખાસ ધ્યાન ખેંચે છે. એ વખતની અંધાધૂધી ભરેલી સ્થિતિ પણ કદાચ તેમાં કારણ ભૂત હેય. - સાધ્વી સમુદાયના અગ્રેસર મહત્તરા સમયશ્રી હતાં. આચાર્યો કોણ હતા તે વિશે ક્યાંયે ઉલ્લેખ નથી. પરંતુ પટ્ટાવલીમાંથી મુનિ રાજચંદ્રનું એક નામ મળે છે. તેઓ ચરિત્રનાયકના ગુરુના સંસારપક્ષના ભાઈ થતા હતા. નાનપણમાં તેઓ કુસંગતમાં પડવાથી પિતાએ તેમને ઘરમાંથી કાઢી મૂકેલા. મંત્રવાદી કાપડીનો પરિચય થતાં તેઓ મંત્રતંત્રની આરાધનામાં ઘસડાયા હતા એ વિશે વિસ્તૃત વર્ણન
છે. પાછળથી તેમણે દીક્ષા લીધેલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com