________________
શ્રી આર્ય રક્ષિતરિ
[ ૧૩ ઉપદ્રવને શમાવવા પ્રાર્થના કરી. કહેવાય છે કે ગુરુના ચર
દકના છંટકાવથી મરકીનો રોગ ત્યાંથી અદશ્ય થઈ ગયે. આથી રાજાએ પ્રસન્ન થઈને ગુરુને કિંમતી ભેટશું ધર્યું. નિસ્પૃહી ગુરુએ તેને અસ્વીકાર કર્યો. એમના ત્યાગથી રાજા વિશેષ પ્રભાવિત થયે. તેણે તે ધનથી ત્યાં શ્રી શાંતિનાથપ્રભુનું જિનાલય બંધાવીને તેની પ્રતિષ્ઠા કરાવી. આ પ્રસંગ વિ. સં. ૧૧૭૨ માં બને. જૈન ધર્મનો મહિમા ત્યાં ઘણે ગવાયે.
ભટ્ટગ્રન્થોમાં ઉલ્લેખ છે કે સૂરિના ઉપદેશથી મહીપાલ રાજાએ પિતાના કુંવર ધર્મદાસ સહિત જેન ધર્મને સ્વીકાર કર્યો. મંત્રી ધરણ, જે જૈન હતા, તેણે પોતાની પુત્રીને રાજકુમાર સાથે પરણાવી. તેમના વંશજો ઓશવાળ જ્ઞાતિમાં ભળીને મીઠડિયા ગોત્રથી પ્રસિદ્ધ થયા. ધર્મદાસને ચંદેરીનું રાજ્ય મળ્યું હતું અને તે પૃથ્વીરાજ ચૌહાણને ઘણે જ માનીતો હતો. તેના મુખેથી પ્રશંસા સાંભળીને પૃથ્વીરાજે આર્ય રક્ષિતસૂરિને દિલ્હી તેડાવીને તેમનું સન્માન કરેલું. એ વખતે પૃથ્વીરાજ જૈનધર્મ પ્રત્યે ઘણો આકર્ષાયે હતો.
વિ સં. ૧૨૧૦ માં સૂરિ વિહરતાં ભિન્નમાલ પાસેના રત્નપુરનગરમાં પધાર્યા. ત્યાંના રાજા હમીરજીને પાટવી કુંવર જેસંગ રાજમહેલમાંથી એકાએક લાપત્તા થતાં આખું નગર તેની ખેજમાં વ્યસ્ત હતું. બધા જ પ્રયાસો નિષ્ફળ ગયા. સૂરિને સિદ્ધપુરુષ જાણીને રાજાએ તેમને પગે પડીને રાજકુમારને શેધી આપવા આજીજીપૂર્વક વિનંતી કરી, પટ્ટાવલીમાં આ વિશે વિસ્તૃત પ્રસંગ વર્ણાયેલ છે, જેનો સાર એ છે કે સૂરિના સંકેતથી રાજાને તેને કુંવર મળે. આથી રાજા હમીરજી પરિવાર સહિત જૈનધર્માનુયાયી થયે. તેના વંશજો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com