________________
૧૨ ]
અંચલગચ્છ-પ્રવર્તક ઉપર્યુક્ત અને પ્રસંગે દ્વારા સિદ્ધરાજ અને કુમારપાલ સાથેના ચરિત્રનાયકના સંપર્કનું સૂચન પણ મળે જ છે. સિદ્ધરાજ જૈન ધર્મ પ્રત્યે સવિશેષ આકર્ષાયે હતો એ તો સુવિદિત છે. કુમારપાલે તો જૈન ધર્મનો સ્વીકાર પણ કરે. પરમહંત તરીકે તેણે ઈતિહાસમાં અપૂર્વ કીર્તિ મેળવી છે. તેમના સમકાલીન તરીકે ચરિત્રનાયક તેમના સમાગમમાં આવે એમાં કશું નવું નથી. આ વિશે વધુ વિગત કયાંકથી નોંધાયેલી પ્રાપ્ત થઈ શકી હોત તો ચરિત્રનાયકના જીવન પર વિશેષ પ્રકાશ પાડી શકાત.
- આર્ય રક્ષિતસૂરિના ઉપદેશનો પ્રભાવ કેટલે હૃદયસ્પર્શી હતો તેનું સૂચન કરતો એકાદ પ્રસંગ નાંધીએ. મંત્રી કપર્દિના આગ્રહથી તેઓ બેણપ પધારેલા. તેમનો સર્વ ત્યાગને મંગલમય અને મહામૂલો સંદેશ સાંભળીને કપર્દિની પુત્રી સમાઈ, જે કોટિ દ્રવ્યનાં આભૂષણો ધારણ કરતી હતી, તેણે પિતાની પચીશ સખીઓ સહિત પ્રવ્રજ્યા અંગીકાર કરવાનો નિશ્ચય જાહેર કર્યો! સૂરિના અદ્ભૂત ઉપદેશનું જ એ પરિણામ હતું. સોમાઈનું દિક્ષા પર્યાયનું નામ સમયશ્રી. તેમણે પાછળથી મહત્તરા સાધ્વી તરીકે ઉચ્ચ સ્થાન દીપાવ્યું. સમયશ્રી અંચલગચ્છના સૌ પ્રથમ મહત્તરા સાધ્વી તરીકે ઉજજવળ કીતિ પામ્યાં.
તપસ્વીઓનાં પગલાંનો પ્રભાવ પણ એર હોય છે. એક વખત સિંધના પારકર પ્રદેશમાં ઉગ્ર વિહાર કરતા આચાર્ય સુરપાટણ નગરમાં પધાર્યા. તે વખતે ત્યાં મરકીને ઉપદ્રવ ફેલાયો હતો. પ્રતિદિન અનેક લોકો મૃત્યુનાં મુખમાં હેમાતા હતા. આચાર્યના આગમનનાં સમાચાર મળતાં રાજા મહીપાલ અને તેનો મંત્રી ધરણ ઉપાશ્રયમાં આવીને તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com