________________
શ્રી જ્યશેખરસૂરિ
[ ૩ ઉચ્ચ બિરુદ પામેલા એવા પ્રતિભાસંપન્ન કવિ પરિચય કરાવ અહિં પ્રસ્તુત છે. માત્ર એક જ ગુજરાતી પદ્યકૃતિ દ્વારા એમણે મહાકવિનું દૈવત દાખવ્યું છે. એમનું નામ છે : જયશેખરસૂરિ. તેઓ ક્યાં જન્મ્યા? ક્યારે જમ્યા? તેમણે કોના પાસે અભ્યાસ કર્યો? ઈત્યાદિ વિશે કશું જ જાણી શકાતું નથી. કવિએ પિતાના પ્રત્યેની પ્રશસ્તિઓમાં એ વિશે કશું જ જણાવ્યું નથી. “ત્રિભુવનદીપક પ્રબંધ” માં “ગૂજરાત તિહાં આંબા પીઈ” વગેરે વન વિલેાકતાં એમની જન્મભૂમિ ગુજરાત હવાને બહુધા સંભવ છે. એ ગ્રન્થ દ્વારા ગુજ. રાતી ભાષા પરનું એમનું પ્રભુત્વ છતું થયા વિના રહેતું નથી. કવિ ગુજરાતમાં સવિશેષ વિચર્યા અને ત્યાં અનેક ગ્રન્થની રચના કરી હતી એમ એમના ગ્રન્થની પ્રશસ્તિઓ દ્વારા સ્પષ્ટ થાય છે એ હકીક્ત પણ આ સંદર્ભમાં સૂચક ગણાવી શકાય.
કવિ પિતાના ગુરુનું નામ મહેન્દ્રપ્રભસૂરિ જણાવે છે. “ઉપદેશ-ચિન્તામણિ” [રચના વિ. સં. ૧૪૩૬ માં નૃસમુદ્ર એટલે કે પાટણમાં ] ની પ્રશસ્તિમાં તેઓ અંચલગચ્છાધિપતિ આર્ય રક્ષિતસૂરિથી પિતાના ગુરુ સુધીની પાટ પરંપરા વર્ણવ્યા પછી જણાવે છે કે મહેન્દ્રપ્રભસૂરિના ત્રણ મુખ્ય શિષ્ય આ પ્રમાણે થયાઃ મુનિશેખરસૂરિ, જયશેખરસૂરિ અને મેરુતું ગસૂરિ, એ પૈકી તેઓ “વચટ શિષ્ય” હતા. આ રીતે કવિએ પિતાને દીક્ષા–સમય મુનિશેખરસૂરિ પછી અને મેરૂતુંગસૂરિ પહેલાં સૂચવ્યું છે. મેરૂતુંગસૂરિનો દીક્ષા–સમય વિ. સં. ૧૪૧૦ અંચલગચ્છની પ્રાચીન પટ્ટાવલીઓમાં જણાવ્યું છે એટલે કવિ તે પૂર્વે દીક્ષિત થયા હોવા જોઈએ. દીક્ષા–સમયથી જન્મ-સમયનું અંતર વિચારતાં કવિનો જન્મ વિક્રમની ૧૪મી શતાબ્દીના અંતમાં અથવા તે ૧૫ મી શતાબ્દીના પ્રારંભમાં માનવે અયુક્ત ન ગણી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com