________________
કવિ-ચક્રવર્તિ અંચલગચ્છાધિપતિ મહેન્દ્રપ્રભસૂરિએ અનુગામી પટ્ટધર તરીકે મેરૂતુંગસૂરિને નિયુક્ત કરતાં પટ્ટાવલીમાં કવિનું વિશેષ ચરિત્ર ન હોય એ સમજી શકાય છે. જયશેખરસૂરિ શાખા ચાર્ય હતા એમ પટ્ટાવલીમાં કહ્યું છે તથા એમના ગ્રન્થની તેમાં સૂચિ અપાઈ છે. એમ છતાં પ્રાચીન પ્રમાણ-ગ્રન્થમાં કવિના જીવન વિશે ઠીક ઠીક માહિતી સંગૃહીત છે. “જયશેખરસૂરિને ફાગ” પણ ઉપલબ્ધ થાય છે
જયશેખરસૂરિએ તેમજ મેરૂતુંગસૂરિએ પિતાના ગ્રન્થોમાં એમના વડીલ ગુરુબંધુ મુનિશેખરસૂરિ વિશે ગૌરવપ્રદ ઉલ્લેખ કર્યા છે. જયશેખરસૂરિ તેમને “નયોપેતા' કહે છે. મેરૂતુંગ સૂરિ કૃત સપ્તતિ–ભાગની ટીકામાં જણાવાયું છે કે આ ગ્રંથ રચવામાં મુનિશેખરસૂરિએ તેમને પ્રેત્સાહન આપેલું. પ્રાયઃ બેઉએ મુનિશેખરસૂરિ પાસે વિદ્યાભ્યાસ કર્યો હોય; અથવા એ બેઉને સાહિત્યક્ષેત્રે આકર્ષવામાં મુનિશેખરસૂરિનું વિશિષ્ટ પ્રદાન પણ હોય એમ ઉક્ત પ્રશસ્ત ઉલ્લેખને આધારે કહી શકાય. જયશેખરસૂરિને “કવિ-ચકવતિ'નું બિરુદ પ્રાપ્ત થઈ ચૂક્યું હતું અને મેરૂતુંગસૂરિ અંચલગચ્છાધિપતિના સર્વોચ્ચ આસને બિરાજ્યા હતા એ વખતે બેઉએ પોતાના વડીલ ગુરુબંધુ વિશે કરેલા ઉલ્લેખોને ઓછું મહત્ત્વ તે ન જ આપી શકાય. મુનિશેખરસૂરિના ઉપદેશથી વિ. સં. ૧૪૬૮ માં પ્રતિકિત થયેલી ધાતુમૂતિને લેખ ઉપલબ્ધ થાય છે.
કવિએ “જૈન કુમારસંભવ” નામક સંસ્કૃત મહાકાવ્યમાં લગ્ન-વિધિ સંબંધમાં ઘણું રસમય અને તાદશ્ય વર્ણન કર્યું હેઈને કેટલાક સાંપ્રત વિદ્વાને એમને પરિણિત માનવા પ્રેરાય છે પ્રથમ દષ્ટિએ એવું લાગે પણ ખરું, કિન્તુ કવિએ નાની વયમાં
દીક્ષા લીધી હતી એવો મત સ્વીકાર્ય કરે તો આ અનુમાનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com