________________
શ્રી જયશેખરસૂરિ
વજુદ ન રહે. કવિની વિદ્યમાનતા વિ. સં. ૧૯૩ સુધી નક્કી કરવામાં મૂતિ–લેખ ઉપયોગી થાય છે. કવિ લાંબું જીવન જીવ્યા હશે એમ સ્વીકારીએ તો પણ એમને જન્મ–સમય વિકમની ૧૪ શતાબ્દીના અંતિમ ચરણમાં અથવા તો ૧૫ મી શતાબ્દીના પ્રારંભથી વહેલે સ્વીકારી શકાય નહિ. આપણે આગળ જણાવી ગયા તેમ તેઓ મેરૂતુંગસૂરિ પહેલાં–એટલે કે વિ. સં. ૧૪૧૦ પહેલાં દીક્ષિત થયા હતા. એટલે જન્મ તથા દીક્ષાનાં વર્ષ વચ્ચે ઝાઝો ગાળો રહેતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો યૌવનવય પામ્યા પહેલાં જ કવિ દીક્ષિત થયા હતા. એટલે એમના પરણવાને પ્રશ્નન જ અપ્રસ્તુત બને છે.
મહેન્દ્રપ્રભસૂરિનો ધર્મોપદેશ સાંભળીને કવિએ દીક્ષા ગ્રહણ કરી એ પછી તેઓ જેન શ્રતના અધ્યયનમાં ખંતપૂર્વક લાગી ગયા. જેનામેનું એમનું અગાધ જ્ઞાન એમના ગ્રન્થરત્ન દ્વારા પ્રતીત થાય છે. એમનું પાંડિત્ય, એમના વિચારે, એમનું દર્શન એમની અનેકવિધ સાહિત્ય-રચનાઓમાંથી પ્રતિબિંબિત થાય છે. એમના ઉપદેશ અને તત્વચિંતન વિષયક મુખ્ય ગ્રન્થ આ પ્રમાણે છેઃ “પ્રધ-ચિન્તામણિ, ઉપદેશ-ચિન્તામણિ,” “સ બેધ–સપ્તતિકા, “નવતત્ત્વ, સંબોધ-પ્રકરણ,” “સમ્યકત્વ-કૌમુદી,” “ઉપદેશમાલા-અવચૂરિ, “આરાધન સાર” “આત્માવબેધ કુલક, વગેરે.
ઉક્ત ગ્રન્થ પૈકી “ઉપદેશ-ચિન્તામણિ કવિની પ્રારં. ભિક મુખ્ય રચના છે. મહેન્દ્રપ્રભસૂરિના ઉપદેશથી તેની રચના થઈ એમ કવિ ગ્રન્થ-પ્રશસ્તિમાં જણાવે છે. વિ. સં. ૧૪૩૬ માં પાટણમાં એ ગ્રન્થની રચના થઈ એ પૂર્વને કાળ કવિને અધ્યયનકાળ ગણાવી શકાય. એ દરમિયાન કવિ જે કાંઈ શીખ્યા,
જે જે ગ્રન્થનું અધ્યયન કર્યું, જે કાંઈ વિચાયું તે બધું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com