________________
કવિ-ચકવતિ તેમણે ઠાંસી ઠાંસીને આ ગ્રંથમાં ભરી દીધું. મૂળ ગ્રન્થની અવસૂરિ પણ કવિએ રચી જે ૧૨૦૦૦ ક–પરિમાણની છે. પ્રસ્તુત આકર ગ્રન્થમાં કવિના અધ્યયન–કાળને નિચળ આવી જાય છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
કવિનું અધ્યયન માત્ર જેનશ્રત પુરતું જ મર્યાદિત નહતું. એમણે પુરાણે, સ્મૃતિઓ ઉપનિષદો વગેરે જૈનેતર દર્શન ગ્રન્થને અભ્યાસ પણ કર્યો હતો એમ એમણે રચેલા “ધર્મસર્વસ્વાધિકાર” નામક ગ્રન્થદ્વારા જાણી શકાય છે. આ ગ્રન્થમાં એમણે અનેક જૈનેતર ગ્રન્થનાં અવતરણો ટાંકીને સિદ્ધ કર્યું કે જેને શાસ્ત્રની જેમ જેનેતર શામાં પણ હિંસા, માંસ તથા કંદમૂળ ભક્ષણ, રાત્રિભૂજન, અણગાળેલ પાણીનું સેવન વગેરેને ઉગ્ર નિષેધ છે.
કવિના અન્ય ગ્રન્થની નામાવલી આ પ્રમાણે છેઃ ત્રિભુવન-દીપક પ્રબંધ, પ્રબંધકેશ, ધમ્મિલ ચરિત્ર, જૈન કુમારસંભવ, અજિતશાંતિ સ્તવ, અજિતશાંતિ સ્તવ ટીકા, નેમિનાથ ફાગુ, જબૂસ્વામી ફાગુ, ક્ષેત્રસમાસ, જંબૂસ્વામી ચરિત્ર, સંધ પ્રકરણ, કિયાગુખ તેત્ર, નલદમયંતી ચંપૂ, કલ્પસૂત્ર સુખાવબેધ, ન્યાયમંજરી, બૃહદ્ અતિચાર, છંદ શેખર, વિવિધ વિનતી, સ્તવને, પ્રવાડીએ, કુલકે વગેરે.
કવિના વિદ્યાવ્યાસંગ, સાહિત્યસર્જન વગેરેનું પ્રમાણ વિવરણ કરવામાં આવે તે ઘણું લંબાણ થાય એમ છે. કવિના અજ્ઞાત શિષ્ય એમની વિદ્યમાનતમાં એમને ફાગ રચ્યો છે, તેમાં કવિની અધ્યયન-પરાયણતાનું સુંદર વર્ણન છે. તેમના શબ્દોમાં જ કહીએ તે
સારસ્વત પૂરૂં હિયએ, છહ કરઈ કલોલ;
પ્રતક્ષી દેવી ભારતીએ, તીંહ માંડઈ રેલો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com