________________
શ્રી જયશેખરસૂરિ
આગમ-લક્ષણ-છંદ, સવે જાણઈ અલંકાર; મૂલ ગ્રન્થ છ છેદ ગ્રન્થ, કર્મ ગ્રન્થ વિચાર. નિકઈ પઉઠિયા ઈમ ભઈએ; પ્રભુ કાંઈ ન ચિત; ઉત્તર દિસિઈ કેસિલાએ, ઇતિ કરું કવિ7ો.
ફાગના કર્તા કહે છે તેમ કવિને સરસ્વતીદેવી પ્રત્યક્ષ થયાં હતાં. પરિણામે સમગ્ર જ્ઞાને એમના હૈયામાં વાસ કર્યો હતા. એમની જીહા સદૈવ જ્ઞાન–કલૌલ કરતી હતી. આગમ, લક્ષણ, છંદ, અલંકાર, મૂળ ગ્રન્થો, છેદ ગ્રન્થો, કર્મ ગ્રન્થ વગેરેના તેઓ જ્ઞાતા હતા. તેઓ કુશળતાપૂર્વક બધા પ્રશ્નોના ઉત્તર વાળતા–મેઢા ઉપર તંગ રેખાઓ લાવ્યા વિના– જાણે ઊંઘમાં પિઢયા ન હોય એવી સરળતાથી !! ફાગકારે રજૂ કરેલું આ ભાવ-ચિત્ર ખરેખર પ્રતીતિકર છે.
મહેન્દ્રપ્રભસૂરિએ કવિને જાણીને આચાર્યપદે વિભૂષિત કરવાનું નકકી કર્યું. કવિવર કાને “ગચ્છનાયક ગુરુરાસ”માં આ વિશે નોંધ લીધી છે. તેમણે જણાવ્યું છે કે
યશેખરસૂરિ ઉપરાંત ધર્મતિસૂરિ, સંમતિસૂરિ, મુનિશેખરસૂરિ, મુનિચંદસૂરિ અને અભયતિલકસૂરિ એ છ શિષ્યને એકી સાથે આચાર્ય–પદ પ્રદાન થયું. પાટણ આ ઐતિહાસિક પ્રસંગનું સાક્ષી બન્યું. આચાર્ય—પદ–મહોત્સવ પ્રસંગે શ્રી રાષભદેવ પ્રભુના જિનપ્રાસાદમાં અષ્ટાલિકા મહોત્સવ પાટણના શ્રેષ્ઠી હરાએ કર્યો હતે. વિ સં. ૧૪૨૦ ના આષાઢ શુદિ ૫ ના દિને શુભ મુહૂર્તમાં ઉક્ત છ શિષ્યને ગુરુએ એકી સાથે આચાર્યપદે અલંકૃત કર્યા, જે પૈકી જયશેખરસૂરિ સૌથી નાના હતા. સંભવતઃ એ વખતે એમની ઉંમર વીસેક વર્ષની હશે. - જયશેખરસૂરિની કવિ તરીકેની પ્રતિભાનું ફાગમાં સુંદર વર્ણન છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com