________________
કવિ-ચકવતિ
જે રશિપ
વ્યક્તિઓના કબજામાં એટલા બધા અપ્રસિદ્ધ લેખે પડી રહેલા છે કે તે જેમ જેમ પ્રસિદ્ધ થતા જશે તેમ તેમ હાલ બાંધેલા અભિપ્રાય પણ ફેરવવા પડશે. આપણા જૂના સાહિત્ય સંબંધે હાલને જમાને અનિશ્ચિતપણને-transitional period નો છે....”
ગુજરાતી સાહિત્યના સમર્થ ચિન્તક પ્રે. મણીલાલ નભુભાઈ દ્વિવેદી જેવાને પણ પાટણના જૈન ભંડારેના દર્શન થયા પછી લખવાની આવશ્યકતા જણાઈ હતી કે-“ગુજરાતી ભાષાને પ્રથમ ગુજરાતીનું રૂપ આપનાર જેને જ હોય એમ માનવાને બહુ કારણે છે..”
જૈન સાહિત્યની અનેક કૃતિઓને પરિચય આપીને મોહનલાલ દલીચંદ દેશાઈએ આ સંદર્ભમાં જણાવ્યું કે: “અત્યાર સુધીની શોધ પ્રમાણે પ્રસિદ્ધ નરસિંહ મહેતાને હાર પ્રસંગ સં. ૧૫૧૨ ને છે અને તેથી તે નાગર કવિને જન્મ સંવત ૧૪૭૦ માં મૂકાય છે. તેમનાં કાવ્યોનો ઉદ્ભવ ૧૫૦૦ પછી ગણી શકાય. તો તેના યુગ પહેલાં જૈન કવિઓએ ભાષા સાહિત્ય ખેડયું હતું. તેમનાં જૂનાં કાવ્યો ઉપર જણાવ્યાં છે અને તેની જૂની પ્રતિઓ પણ લભ્ય થાય છે. નરસિંહ મહેતાનાં જે કાવ્ય હાલ છપાયાં છે તે સંસ્કારેલી-વાળીઝૂડી સાફસુફ કરેલી વર્તમાન ભાષામાં છે. મૂળ ભાષાનું નામ નિશાન મળવું દુર્લભ છે નરસિંહ મહેતાને ગુજરાતી આદ્યકવિ લગભગ હમણાં સુધી કહેવામાં આવતા હતા પણ હાલમાં તે પહેલાં થયેલા સારા સંસ્કારી અને મોટી કૃતિઓ રચનારા જૈન કવિઓ મળી આવેલા છે તેથી હવે નરસિંહ મહેતાનું ગુજરાતી ભાષાના “આઘ કવિ” નું પદ ધ્રુવ રહી શકે તેમ નથી.”
નરસિંહ મહેતાના જન્મ પહેલાં “કવિ ચક્રવતિ” જેવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com