________________
કવિ-ચકવતિ શ્રી જયશેખરસૂરિ
ગુજરાતી ભાષાને આદિ કવિ કેણ હતા?,” “ગુજરાતી ભાષાના જન્મદાતા જેને હતા કે કેમ?” “આદ્ય કવિ મનાલા નરસિંહ મહેતાના સમય પહેલાં ગુજરાતી સાહિત્ય હતું ખરું?”, “જે હોય તે તેના મુખ્ય સજ કે કેણ અને ક્યારે થઈ ગયા? તેમની મુખ્ય રચનાઓ કઈ કઈ હતી?” ઈત્યાદિ પ્રકને વિશે પંડિત–યુગના આપણા સાક્ષએ ઘણે ઉહાપોહ કર્યો છે અને અનેક મહત્ત્વપૂર્ણ બાબતોને પ્રકાશમાં આણુ છે.
આપણી ભાષાના માન્ય વિદ્વાન રા. કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરીએ નેપ્યું છે કે “ગુજરાતી સાહિત્યના મધ્ય યુગ અને તેની પણ પૂર્વના યુગ માટે આજથી પચ્ચીસ વર્ષ પર જે જે અભિપ્રાયે બંધાએલા તે, નવાં નવાં પુસ્તકે હાથ લાગવાથી કાલક્રમે બદલાતા ગયા છે. દાખલા તરીકે નરસિંહ મહેતાને આદિ કવિનું સ્થાન આપવામાં આવતું હતું, અને સાથે સાથે એ પણ અભિપ્રાય આપવામાં આવતું કે નરસિંહ મહેતાના સમય પહેલાં ગુજરાતી સાહિત્ય હતું જ નહિ, તેને આરંભ નરસિહ મહેતાથી જ થયો–એ અભિપ્રાય ભૂલ ભરેલે માલમ પડ્યું છેઘણાં પ્રાચીન કાવ્ય જે અપ્રસિદ્ધ પડી રહેલાં તે પ્રસિદ્ધિમાં આવવાથી જૂના અભિપ્રાય ફેરવી નવા બાંધવામાં આવ્યા છે, અને હાલ જે અભિપ્રાય બંધાયા છે તે પણ સ્થાયી નથી, કારણ હજુ જૈન ભંડારોમાં અને જૈનેતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com