________________
૧૬ ]
પ્રભાવક આચાર્ય અનેક પ્રદેશને અપ્રતિહત વિહાર કરીને મહેન્દ્રપ્રભસૂરિ વિ. સં. ૧૪૪૪ માં પાટણમાં પધાર્યા. ૮૦ વર્ષની પાકટ વયે પહોંચેલા ચરિત્રનાયકના જીવનનું ચિરવિરામ-સ્થાન પાટણ બન્યું. પ્રાચીન ગ્રન્થકારે એ વર્ષે એમને કાલધર્મ થયે હેવાનું નોંધે છે. કિન્તુ “મેરૂતુંગસૂરિ રાસમાં જણાવાયું છે કે વિ. સં. ૧૪૪૫ ના ફાગણ વદિ ૧૫ ને દિવસે મહેન્દ્રપ્રભસૂરિએ મેરૂતુંગસૂરિને ગ૭ધુરા પાટણમાં સમર્પિત કરી. એ પરથી એમ પણ સૂચિત થાય કે વિ. સં. ૧૪૪૫ માં ચરિત્રનાયક વિદ્યમાન હતા. વાસ્તવમાં એમની વિદ્યમાનતા એ વર્ષે નહતી. એમના કાલધર્મ બાદ ઉક્ત દિવસે પાટોત્સવ થયે હશે એમાં શંકા નથી.
આવા પ્રભાવક આચાર્યની ચિર વિદાયથી અંચલગ છે વાઘાત અનુભવ્યું. અંચલગરછે એમના આધ્યાત્મિક શાસન દરમિયાન વિવિધ ક્ષેત્રે પરાકાષ્ઠા અનુભવી હેઈને ગચ્છના મધ્યકાલીન આર્ય રક્ષિતસૂરિ' તરીકે તેઓ ઉજજવળ કીર્તિ ઉપાર્જન કરી ગયા છે. એક કવિએ તે તેમની પાછળ કહ્યું કે મહેન્દ્રપ્રભસૂરિ જેવા કઈ પણ નથી થઈ ગયા
સર્વે વહંતુ ગવું, કુતુ પઢતુ પઢમં જે; પણ તુહ મહિંદસૂરિ સાસણભુવણમ્મિ કેવિ મુણી.
–
રતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com