________________
શ્રી મહેન્દ્રપ્રભસૂરિ
[ ૧૫ મહેન્દ્રપ્રભસૂરિના આધ્યાત્મિક શાસન દરમિયાન અનેક જિનબિંબોની પ્રતિષ્ઠાઓ થઈ હતી, કિન્તુ ઉત્કીર્ણિત પ્રતિષ્ઠાલેખમાં મહેન્દ્રપ્રભસૂરિને નામોલ્લેખ એકાદ બે અપવાદ સિવાય ક્યાંયે નથી. ખાસ કરીને વિકમ સંવત ૧૪૦૯-૨૨૨૩-૩૩-૩૫-૩૬–૩૮-૪૪માં થયેલી પ્રતિષ્ઠાનાં પ્રમાણે તત્કાલીન પ્રતિષ્ઠિત ધાતુમૂર્તિઓ પૂરાં પાડે છે, કિન્તુ તેમાં માત્ર એક જ લેખમાં મહેન્દ્રપ્રભસૂરિને ઉલ્લેખ છે. અન્ય લેખોમાં માત્ર અંચલગચ્છનો જ ઉલ્લેખ છે. મહેન્દ્રપ્રભસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠિત થયેલી ધાતુમૂર્તિઓના લેખની આ બાબત ખાસ ધ્યાન ખેંચે એવી છે. ચરિત્રનાયક ધાતુમૂર્તિઓના લેખમાં પિતાનું નામ મૂકાવવાના આગ્રહી ન હતા એમ કહી શકાય, જે દ્વારા તેમના વિનમ્ર વ્યક્તિત્વને ઓછો પરિચય પણ મળી શકે છે. ચરિત્રનાયકના સમયના પ્રતિષ્ઠા-લેખો માટે જુઓઃ “અંચલગચ્છીય પ્રતિષ્ઠા લેખ” નામક લેખ-સંગ્રહ.
મહેન્દ્રપ્રભસૂરિ પ્રભાવક આચાર્ય ઉપરાંત સારા કવિ પણ હતા એમ તેમની એકમાત્ર ઉપલબ્ધ કૃતિ “જીરાપલ્લી પાર્શ્વનાથ સ્તંત્ર દ્વારા જાણી શકાય છે. ૪૫ સંસ્કૃત કારિકામાં રચાયેલી આ પદ્યકૃતિમાં કવિએ ઉચ્ચ કવિત્વ દર્શાવ્યું છે, એક સહૃદયી ભક્તનું હૃદય પ્રત્યેક પંક્તિમાં ધબકે છે, એક એક લેક વાંચતાં હદયના તાર ઝણઝણ ઊઠે છે, વાણીની સરળતા અને સુંદરતા આ સ્તંત્રમાં ઝબકી રહી છે એમ વિદ્વાને આ કૃતિ વિશે કહે છે.
શ્રી જીરાપલ્લી પાર્શ્વનાથ તીર્થનો મહિમા એ અરસામાં અપૂર્વ હતો. ચરિત્રનાયકે તેમ જ તેમના પટ્ટશિષ્ય આ તીર્થ નાયકના નામ–પ્રભાવથી અનેક ચમત્કાર સર્યા, જેને ઈતિહાસ સુદીર્ધ તેમ જ હૃદયંગમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com