________________
૧૪]
પ્રભાવક આચાર્ય નીકળ્યા. પટ્ટાવલીઓ, ઉત્કીર્ણ લેખે, ઉપરાંત ભટ્ટગ્રન્થ તેમ જ રાસા–સાહિત્યમાંથી આ વિશે પ્રચુર પ્રમાણમાં હકીકતે ઉપલબ્ધ થાય છે. અહીં સંક્ષિપ્ત ઉલ્લેખ જ પર્યાપ્ત થશે.
શ્રીમાલી વંશીય જગા શ્રેષ્ઠીએ મહેન્દ્રપ્રભસૂરિના ઉપદેશથી વિ. સં. ૧૩૫ ના વૈશાખ સુદ ૧૧ને દિવસે પુનાસા ગામમાં શિખરબંધ જિનાલય બંધાવ્યું અને તેની મહત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી.
એ જ વંશના ભાદા શ્રેષ્ઠીએ શ્રી શત્રુંજય ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનને જિન-પ્રાસાદ બંધાવીને તેની પ્રતિષ્ઠા કરાવી. આ શ્રેણી માતર પાસેના ગભલેજ ગામને વતની હતા.
એજ વંશના ઝાલા શ્રેણી ઘણા ધનાઢ્ય અને પ્રસિદ્ધ પુરુષ થઈ ગયા. વિ. સં. ૧૪૨૫ માં પડેલા દુષ્કાળ પ્રસંગે તેમણે દાનશાળા, સરોવર આદિ બંધાવવામાં અઢળક દ્રવ્ય ખરચ્યું. શ્રી શત્રુંજય ઉપર તેમણે શ્રી આદીશ્વર પ્રભુનું ભવ્ય જિનમંદિર બંધાવ્યું તથા તેની પ્રતિષ્ઠા કરાવી. ભટ્ટગ્રન્થો નોંધે છે કે ધર્મકાર્યોમાં તેણે સર્વે મળીને અગિયાર કરેડ રૂપી આને ખર્ચ કર્યો.
ઓસવાળ વંશીય, દેઢિયા ગોત્રીય કચ્છ–ખાખર નિવાસી સંઘવી મીમણે વિ. સં. ૧૪૪૧ માં શ્રી શત્રુંજય તથા શ્રી ગોડીજીના સંઘે કાત્યા. એ જ વંશના કચ્છ-છસરાના રાણ શ્રેષ્ઠીએ પણ ત્યાંના બે સંઘે કાત્યા તથા ઘેર પાછા આવીને દેશતેડું કરેલું.
અંચલગચ્છની મોટી પટ્ટાવામાં ઉલ્લેખ છે કે મહેન્દ્રપ્રભસૂરિના ઉપદેશથી જાસલ ગેત્રીય શ્રેષ્ટી કર્માશાહ વિ. સં.
૧૪૦૭ માં શ્રી શાંતિનાથ પ્રભુની રૂપાની પ્રતિમા ભરાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com