________________
શ્રી મહેન્દ્રપ્રભસૂરિ
[ ૧૩ ચરિત્રનાયકના જીવનના બે પ્રેરક પ્રસંગે નિમ્નક્ત છેઃ
વિ. સં. ૧૪૦૯ માં મહેન્દ્રપ્રભસૂરિ નાણ ગામમાં થાતુર્માસ રહ્યા હતા. એ વર્ષે વર્ષાઋતુ બેસી ગયા છતાં વરસાદ પડ્યો નહિ. આચાયે તિજ્ઞનથી ચાલીસ દિવસનું વિદન જાણીને ધ્યાનનો પ્રારંભ કર્યો. એમના ધ્યાન–અળના પ્રભાવથી ત્યાં ઉત્તમ વૃષ્ટિ થઈ, અને લોકો સુખી થયાં.
એ જ વર્ષે આસો વદ ૮ ને દિવસે ચરિત્રનાયક કાર્યોત્સર્ગ–ધ્યાનમાં બિરાજ્યા હતા ત્યારે ઝેરી સર્પે તેમને ડંશ દીધો. પરંતુ હકીકત જ્ઞાત હોવા છતાં તેઓ ધ્યાનમગ્ન થયા નહિ. આઠ પહોર સુધી શ્રી પાર્શ્વપ્રભુના ધ્યાનમાં લીન રહી તેઓ કાર્યોત્સર્ગ–ધ્યાનમાં જ સ્થિર રહ્યા. ધ્યાન-બળના પ્રભાવથી દસમે પહેરે તેમના શરીરમાં પ્રસરેલું વિષ મુખ દ્વારા વમાઈ ગયું. પ્રભાતે સર્વ લોકોએ આ હકીકત જાણીને આશ્ચર્ય અનુભવ્યું. હજારો ભક્ત શિગે ત્યાં એકત્રિત થયા અને સ્વયં પ્રેરણાથી તેમણે મહોત્સવ કર્યો. બધા ભાવના ભાવવા લાગ્યા કે “અહો ! આ કલિકાલમાં પણ હજી સમ્યક્ ધ્યાનને પ્રતાપ રહેલો છે.” સંઘવી ચૂણ નામક શ્રેષ્ઠીવર્ય સમેત અનેક લોકોએ એ પ્રસંગે ગુરુ પાસેથી શીલવતાદિ ગ્રહણ કર્યા.
પ્રાચીન ગ્રન્થકાર વિશેષમાં વર્ણવે છે કે મહેન્દ્રપ્રભસૂરિએ અનાયાસે ઉચ્ચારેલાં વચને પણ ફલીભૂત થતાં. તેઓ વચનસિદ્ધ પુરુષ હતા. કવિઓએ તેમને ક૯પવૃક્ષથી પણ અધિક મહામ્યવાળા કહ્યા છે. કવિચકવતિ જયશેખરસૂરિએ તેમને “ઉપદેશ–ચિન્તાસની ગ્રન્થ-પ્રશસ્તિમાં કલ્પવૃક્ષનું બિરુદ આપ્યું છે તે પણ આ સંદર્ભમાં સૂચક છે.
મહેન્દ્રપ્રભસૂરિના ઉપદેશથી અનેક જિનબિંબની પ્રતિષ્ઠા થઈ કેટલાંક જિનાલયે નિર્માણ પામ્યાં, તથા તીર્થસંઘે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com