________________
૧૨ ]
પ્રભાવક આચાય આચાર્ય-પદ મહોત્સવ પ્રસંગે ચોર્યાસી ગચ્છના યતિઓને વાણેતર મેકલાવીને વેશ પહેરાવેલા. આ શ્રેષ્ઠી ખંભાત પાસેના તારાપુરને રહેવાસી હતો. તેણે વિ. સં. ૧૪૪૫ માં શ્રી શત્રુંજયની યાત્રા કરેલી. રંગરત્નસૂરિના ઉપદેશથી પાટણના દેવસી શ્રેષ્ઠીએ એ જ વર્ષે શ્રી શત્રુંજયનો તીર્થસંઘ કાઢેલો. સૂરિના ઉપદેશથી તેણે ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચેલું.
વિ. સં. ૧૪૪૬માં સંમતિલકસૂરિના ઉપદેશથી શ્રીમાલી વંશના, પારસગેત્રીય વીરા શ્રેષ્ઠીએ પાટણના ફેફલિયાવાડમાં એક પૌષધશાળા બનાવેલી.
એવી જ રીતે ચંદ્રપ્રભસૂરિ, સમપ્રભસૂરિ વગેરે આચાર્યોની પરંપરા વિશે મળતા ઉલ્લેખ પરથી તેઓ પણ પ્રભાવક આચાર્યો હશે એમ અનુમાન કરી શકાય છે. દુર્ભાગ્યને વિષય એ છે કે ગચ્છના આવા ધુરંધર આચાર્યો વિશેનું સાહિત્ય નાશ પામી ગયું છે. જે કાંઈ ઉપલબ્ધ બની શક્યું છે તેની વિગત માટે જુઓઃ “અંચલગચ્છ–દિગ્દર્શન.”
આ બધા પ્રતિભાશાળી શિષ્ય વડે વિંટળાયેલા ચરિત્રનાયક ઘટાદાર વટવૃક્ષની જેમ શેભતા હતા. વટવૃક્ષ અંકુરિત થતી વડવાઈઓને જોઈને હરખાય તેમ મહેન્દ્રપ્રભસૂરિ પિતાના શિષ્યાની વિસ્તાર પામતી જતી કાર્યસૌરભથી હરખાતા હતા. વડવાઈઓ સ્વતંત્ર વટવૃક્ષ બને અને છતાં મૂળ વૃક્ષ સાથેના તેના સંબંધ અવિચ્છિન્ન રહે એવું જ નવોદિત આચાર્યોની વિરલ કારકિદીનું થયું. વડવાઈઓથી વૃદ્ધિ પામેલે વડ વધુ ને વધુ ઘટાદાર બનતો જાય, એમ ચરિત્રનાયક પણ પાંગરતી જતી શિષ્ય-શ્રેણીથી અધિક શોભવા લાગ્યા.
મહેન્દ્રપ્રભસૂરિએ વિશેષ કશું ન કર્યું હોત તે પણ મહિમાનિધિ મેરૂતુંગસૂરિ તથા કવિચક્રવર્તિ જયશેખરસૂરિના
ગુરુ તરીકે તેઓ ઈતિહાસમાં ચિર સ્મરણીય રહેત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com