________________
શ્રી જયકીર્તિસૂરિ
[ ૩
ઓસવાળ વંશીય, દેવાણંદસખા ગાત્રીય મંત્રી મેઘા વિ. સં. ૧૪૭૬ માં સત્યપુરમાં થઈ ગયા. તેમણે શ્રી મહા વિરપ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરાવી હતી એમ ભટ્ટગ્રન્થ દ્વારા જાણી શકાય છે. આ પ્રતિષ્ઠા ઉક્ત પ્રતિષ્ઠાથી ભિન્ન છે.
ઓસવાળ વંશીય પડાઈઆ ગાત્રીય જિનદાસના પુત્ર સાદા તથા સમરથ વિ. સં. ૧૪૮૪ માં સાર-સત્યપુરમાં વસતા હતા. ત્યાંના રાજકારણમાં તેમણે યશસ્વી ફાળો આપે હાઈને તેમને મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સાદાના પુત્ર મંડલિકે અંચલગચ્છાધિપતિ સિદ્ધાન્તસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠાદિ કાર્યોમાં હજારે પરેજી ખરચી. આ રીતે સત્યપુર–સાચારમાં અંચલગચ્છીય શ્રાવકોએ અનેક ધર્મકાર્યો કર્યા.
ઉક્ત મંત્રી સાદાના વંશજે “મુમણિયા” ઓડકથી ઓળખાયા એ સ બંધમાં ભટ્ટગ્રન્થ આ પ્રમાણે આખ્યાયિકા વર્ણવે છે. સાચેરના રાજવીને પુત્ર રાજ્ય મેળવવાના લેભથી પિતાના પિતાને મારી નાખવાના ઈરાદે રાતે ચેરના વેશે મહેલમાં પેઠે. રાજા જાગી જવાથી તેને ચેર માની ખડગ લઈ મારવા દોડ્યો કુંવર આગાસી પરથી કૂદકો મારીને નાસતે ભાગતો સાદાના ઘરમાં પ્રવેશ્યો. સાદાએ તેને ઓળખી લીધો. ત્યાં તો રાજાના ચેકીદારે ત્યાં મારતે ઘોડે આવી પહોંચ્યા. તેમણે સાદાને ચાર વિશે પૂછ્યું પરંતુ તે નિરુત્તર રહ્યો. ખુદ રાજાએ પણ તેને બોલાવ્યો. અને પૂછયું તોયે તે નિરુત્તર રહ્યો. એટલે રાજ ક્રોધે ભરાયે. તેણે કહ્યું કે “આ મુમણે (મૂંગો) ચોરને આશ્રય આપીને પિતાનું ઘર ભરે છે, માટે ચોરને બદલે એને જ સજા કરે!” મહાજને એકઠા થઈને
સાદાને ખૂબ સમજાવ્યો. પણ તે એકનો બે ન થયે. કુંવરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com