________________
અંચલગચ્છ-ચૂડામણિ આ બધી વાતો જાણવા મળતાં તેણે સાદાને પિતાના ઘરમાં રાખીને તેણે રક્ષણ આપ્યું. રાજાએ ઘણે આગ્રહ કર્યો હોવા છતાં કુંવરે તેને ન જ સેં. રાજાના મૃત્યુ બાદ કુંવર રાજગાદી પર બેઠે ત્યારે સાદાની વફાદારી બદલ તેને પોતાનો મંત્રી બનાવ્યું. રાજાએ તેને મુમણે કહ્યો હાઈને તેના વંશજો એ નામથી પ્રસિદ્ધ થયા.
મેરતુંગસૂરિના વિશાળ શિષ્ય-પરિવાર ઉપરાંત ચરિત્રનાયકે ૧૫ શિષ્યને આચાર્યપદસ્થિત કર્યા હતા. એમના કેટલાક શિષ્યોને પરિચય આપ અહીં પ્રસંગેચિત થશે.
તત્કાલીન આચાર્યોમાં માણિક્યસુંદરસૂરિ પ્રથમ કેટિના સાહિત્યકાર થઈ ગયા. કવિચકવર્તિ જયશેખરસૂરિ જેવી સાહિત્યિક પ્રતિભા તેઓ ધરાવતા હતા. ગુજરાતી ભાષાના આદ્યગદ્યકાર તરીકે તેમને ગણાવી શકાય. તેઓ પિતાના ગ્રન્થની પ્રશસ્તિઓમાં પોતાના અંગત જીવન વિશે અલ્પ ઉલ્લેખ કરે છે, જે દ્વારા ઠીક ઠીક સામગ્રી પ્રાપ્ત થઈ શકે એમ છે. પિતાના ગ્રન્થમાં તેઓ પિતાના વિદ્યાગુરુ જયશેખરસૂરિનું ઋણ સ્વીકારવાનું ભૂલતા નથી. એવી જ રીતે પોતાના ગુરુ મેરૂતુંગસૂરિના વાત્સલ્યને પણ તેઓ કૃતજ્ઞભાવે યાદ કરે છે. શ્રીધરચરિત્ર”ની ગ્રન્થ-પ્રશસ્તિ આ દષ્ટિએ ઘણું સૂચક છે.
મેરૂતુંગસૂરિએ એમને ખંભાતમાં આચાર્યપદે વિભૂષિત કરેલા. પદમહોત્સવ શાહ તેજાએ હર્ષપૂર્વક કરેલું. તેમને આચાર્ય તરીકે સૌ પ્રથમ ઉલ્લેખ વિ. સં. ૧૪૬૩ સંબંધિત હેઈને તે વર્ષે કે તે પહેલાં તેઓ આચાર્યપદસ્થિત થયા હશે એમ સ્પષ્ટ થાય છે. એમના ગ્રન્થની પ્રશસ્તિઓ દ્વારા સૂચિત થાય છે કે રાજસ્થાન અંતર્ગત મેવાડ, દેવકુલ
પાટક, સત્યપુર, તથા ગુજરાતમાં પુરુષપત્તન-અણહીલપુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com