________________
શ્રી જયકીર્તિસૂરિ પાટણ, ખંભાત ઈત્યાદિ સ્થાનોમાં એમને વિહાર સવિશેષ હતો. ગુજરાતના રાજા શંખની રાજસભામાં તેમણે “મહાબલ મલયસુંદરી કથા” રચી હતી. આ રાજવીની પર્ષદામાં જયશેખરસૂરિની જેમ માણિજ્યસુંદરસૂરિ પણ ઘણું માન પામેલા.
શીલરત્નસૂરિએ મેરૂતુંગસૂરિ કૃત “જેન મેઘદૂત” મહાકાવ્ય પર ટીકા રચી તેનું સંશોધન માણિજ્યસુંદરસૂરિએ કર્યું હેઈને વિ. સં. ૧૪૯૧ માં એમની વિદ્યમાનતા નક્કી કરી શકાય છે. “શ્રીધર ચરિત્ર”ની ટીકાની પ્રશસ્તિમાં તેમણે જણાવ્યું છે કે તેને શિષ્ય કીર્તિસાગરસૂરિએ પ્રથમાદ લખી.
માણિક્યસુંદરસૂરિએ જૂની ગુજરાતીમાં ગદ્યાત્મક “પૃથ્વીચંદ્ર ચરિત્ર” રચ્યું. તે બોલીમાં છે. અક્ષરના, રૂપના, માત્રાના અને લયના બંધનથી મુક્ત છતાં લેવાતી છૂટ ભેગવતું પ્રાસયુક્ત ગદ્ય તે બેલી. માણિક્યસુંદરસૂરિ બલીવાળા પ્રબંધને વાગ્વિલાસ એટલે બેલીને વિલાસ એવું નામ આપે છે. આ ગદ્યકૃતિ ગુજરાતી ભાષાના પ્રાચીન સ્વરૂપને સમજવા માટે અત્યંત ઉપયોગી છે એટલું જ નહિ પણ તે એક વિસ્તૃત વર્ણન પ્રધાન વાર્તાગ્રન્થ હોવાને કારણે તાત્કાલીન સમાજ-સ્થિતિને લગતી પણ કેટલીક ઉપયોગી માહિતી તેમાંથી મળી આવે છે. ગુજરાતીના વિદ્વાનોએ આ ગ્રન્થને ગદ્ય-કાદંબરી કહીને તે વિશે ઘણે ઉહાપોહ કર્યો છે.
ઉપર્યુક્ત પ્રત્યે ઉપરાંત એમની ગણનાપાત્ર કૃતિઓ આ પ્રમાણે છેઃ ચતુઃ પર્વોચપૂ, શુકરાજ કથા, ચંદ્રધવલ, ગુણવર્મચરિત્ર, સત્તરભેદી પૂજા કથા, સંવિભાગવત કથા, નેમીશ્વરચરિત, યશધરચરિત્ર, ભવભાવના બાલાવબેધ, અજાપુત્ર કથાનક, સિંહસેનકથા ઈત્યાદિ.
માણિક્યસુંદરસૂરિથી ભિન્ન માણિક્યશેખરસૂરિ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com