________________
અંચલગચ્છ-ચૂડામણિ બહુશ્રુત વિદ્વાન થઈ ગયા. કેટલાક સાંપ્રત વિદ્વાનોએ ઉક્ત બેઉને એક ગણી લઈને ઘણા ગૂંચવાડા સર્યા છે. મેરૂતુંગસૂરિ રાસમાં ઉભય ગ્રન્થકારોને ઉલ્લેખ અનુકમે આચાર્ય અને ઉપાધ્યાય તરીકે છે, એટલે દીક્ષા-પર્યાયમાં માણિજ્યસુંદરસૂરિ વડીલ હતા એમ સ્પષ્ટ થાય છે. માણિક્યશેખર સૂરિ પણ ખંભાતમાં જ આચાર્ય પદસ્થિત થયા. એમની સાથે મેરુનંદરસૂરિ પણ આચાર્યપદે વિભૂષિત થયેલા. તે પ્રસંગે સંઘપતિ ખીમરાજે ઘણું ધન ખરચીને ઉત્સવ કરેલ. એથી વિશેષ એમના અંગત જીવન વિશે કશું જાણું શકાતું નથી. એમના ગ્રન્થની નામાવલી આ પ્રમાણે છે: પિંડનિર્યુક્તિ દીપિકા, ઓઘનિયુક્તિ દીપિકા, દશવૈકાલિક દીપિકા, ઉત્તરા
ધ્યયન દીપિકા, આચારાંગ દીપિકા, નવતત્વ વિવરણ, આવશ્યકનિયુક્તિ દીપિકા, કલ્પસૂત્ર અવચૂરિ વગેરે. આમાંની કેટલીક કૃતિએ તે અનુપલબ્ધ છે.
જેનાગો પર ગણ્યાંગાડ્યા વિદ્વાનોએ જ ટીકાઓ રચી હોઈને તેમાં માણિજ્યશેખરસૂરિનું સ્થાન અદ્વિતીય ગણાશે. જેનામેના પ્રકૃષ્ટ અભ્યાસી તરીકે તત્કાલીન શ્રમણમાં તેઓ જુદા તરી આવે છે અંચલગચ્છમાં એ પછી જેનાગમના સમર્થ ટીકાકાર તરીકે એક પણ નામ પ્રાપ્ત થતું નથી.
ઉપર્યુક્ત બેઉ સાહિત્યકારના સંક્ષિપ્ત પરિચયની સાથે ચરિત્રનાયકના પટ્ટશિષ્ય જયકેસરીસૂરિને અલ્પ પરિચય પણ પ્રસંગોચિત ગણાશે. પાંચાલદેશ અંતર્ગત થાનનગરમાં શ્રીમાલીવંશીય શ્રેષ્ઠી દેવસિંહની ભાર્યા લાખણદેની કુખે વિ. સં. ૧૪૭૧ માં એમનો જન્મ થયો હતો. એમનું મૂળ નામ ધનરાજ. એમના જન્મ વખતે માતાએ સ્વપ્નમાં કેસરીસિંહ
નીરખે હતે. વિ. સં. ૧૪૭૫ માં તેમણે જયકીર્તિસૂરિ પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com