________________
અંચલગચ્છ-ચૂડામણિ હર્ષપૂર્વક પદમહોત્સવ કર્યો. વિ. સં. ૧૪૭૩ માં ગચ્છનાયક મેરૂતુંગસૂરિ કાલધર્મ પામતાં પાટણના સંઘે ચરિત્રનાયકને ગચ્છનાયકપદે અલંકૃત કર્યા. સંઘપતિ પિપાશ્રેષ્ઠીએ ઉત્સાહ પૂર્વક પટોત્સવ કર્યો. “જયકીર્તિસૂરિ ફાગ” માં આ ઉત્સવનું સારું વર્ણન છે. તેમાં ગએશપદની મિતિ વૈશાખ વદિ ૫ આપી છે. એ પછી ગચ્છનાયક તરીકે ચરિત્રનાયકની કીર્તિ બધે વિસ્તરી.
ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં વિષાપહારગેત્ર-પ્રતિબંધ વિશે એક પ્રસંગ વર્ણવ્યો છે. પટ્ટાવકાર નોંધે છે કે વિ. સં. ૧૪૪૭ માં ચરિત્રનાયક મુનિપર્યાયમાં કંટલી ગામમાં પધાર્યા હતા. ત્યાં એસવાળ જ્ઞાતીય સહસાક નામને શ્રેષ્ઠી વસતો હતો. એક વખતે તેને ઘેર પકવાન્ન થતું હતું તેમાં સર્પનું વિષ પડ્યું. તે દિવસે સહસાક શ્રેષ્ઠી તથા તેની પત્નીને ઉપવાસ હતું એટલે એ સિવાયની બાકીની વ્યક્તિઓએ પકવાન્ન આગતાં સૌનું મૃત્યુ થયું. સહસાક પ્રભૂતિ સંઘે ત્યાં માસક્ષમણ રહેલા ચરિત્રનાયકને વિનંતી કરતાં તેમણે વિષાપહાર મંત્રના પ્રભાવથી સૌને સચેતન કર્યા. એટલે આ કુટુંબના વંશજો વિષાપહાર ગેત્રથી પ્રસિદ્ધ થયા
સેલવાટ ગામમાં ઉક્ત સહસાક શ્રેષ્ઠીને કુટુંબી સાલિગ ધનાઢ્ય શ્રેષ્ઠી થઈ ગયે તેણે યકીર્તિસૂરિના ઉપદેશથી શ્રી શાંતિનાથ પ્રમુખ ૨૫ જિનબિંબેની ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી હતી. એ પછી સાલિગ શ્રેષ્ઠી સત્યપુરમાં આવીને વસ્યા. ત્યાં તેણે યકીર્તિસૂરિના ઉપદેશથી શ્રી મહાવીર પ્રભુને જિનપ્રાસાદ બંધાવ્યું અને વિ. સં. ૧૪૯૩ ના જેઠ શુદિ ૧૦ ના દિને તેની મહત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી, જેમાં પચીસ હજાર પીજીને ખર્ચ થયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com