________________
અચલગચ્છ-ચૂડામણિ
શ્રી જયકીર્તિસૂરિ
મેરૂતુંગસૂરિ જેવા મહિમાવાન આચાર્યના પટ્ટશિષ્ય થવાનું બહુમાન પ્રાપ્ત કરનાર જયકીર્તિસૂરિ અંચલગચ્છના ચૂડામણિ તરીકે ધવલ કીર્તિ પામે એમાં આશ્ચર્ય શું ? કેટલાક ગ્રન્થકર્તાઓએ એમને “શ્રી મેરૂતુંગસૂરીન્દ્ર પટ્ટ-પનિધિ-ચન્દ્ર” કહ્યા છે તે પણ ઔચિત્યપૂર્ણ છે. ચરિત્રનાયકના આધ્યાત્મિક શાસન દરમિયાન ચંદ્રની શિતળ કિરણાવલી વરસતી નીરખાય છે. એમણે તથા એમના પટ્ટશિષ્ય જયકેસરીસૂરિએ પ્રતિષ્ઠાઓની જે પરંપરા સર્જી છે તેને જેટો અંચલગચ્છના ઇતિહાસમાં મળી શકે એમ નથી. ભારતવર્ષનાં કઈ પણ સ્થાનમાં, કેઈ પણ મુખ્ય જિનાલયમાંથી એમના ઉપદેશથી પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિ તે ઉપલબ્ધ થવાની જ !
વિ. સં. ૧૪૩૩ માં એમને જન્મ મરમંડલ અંતર્ગત તિમિરપુરમાં થયેલ હતું. પિતા શ્રીમાલીવંશીય સંઘવી ભૂપાલ શ્રેષ્ઠી. માતા ભ્રમરાદે. બાળકનું પૂર્વાશ્રમનું નામ દેવકુમાર હતું. પટ્ટાવલીકારે નોંધે છે કે બાળકે વિ. સં. ૧૪૪૪ માં મેરતંગસૂરિ પાસે વૈરાગ્યપૂર્વક દીક્ષા લીધી અને નાદિત મુનિનું નામ જયકીર્તિ રાખવામાં આવ્યું. મેરૂતુંગસૂરિની છાયામાં રહીને એમણે જૈનશ્રુતને ખંતપૂર્વક અભ્યાસ કર્યો.
ગુરૂએ એમને યોગ્ય જાણીને વિ. સં. ૧૪૬૭ માં ખંભાતમાં આચાર્યપદે વિભૂષિત કર્યા. ત્યાંના સંઘવી રાજસિંહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com