________________
૧૬ ]
અનેક નૃપતિ પ્રતિબંધક શિષ્યને પાટણ તેડાવ્યા. અરિહંત ભગવાનના સાન્નિધ્યમાં આલેયણાપૂર્વક ત્રિવિધ સર્વ જીવોને ખમાવ્યા. અને પોતાના મુખથી અણુશણ વ્રત ઉચ્ચાયું. એ પછી તેઓ પરમ ધ્યાનમાં લીન થઈ ગયા. તેમના મુખ ઉપર સુખ અને સંતોષ છવાયાં હતાં. સમાચાર સાંભળતાં જ લાખેકની સંખ્યામાં એમના ભક્તો ત્યાં ઉમટ્યા અને રાસ, ભાસ આદિ ભાવના રસપૂર્વક ભાવવા લાગ્યા. એ દિવસે ગુરુએ ચાર વખત વ્યાખ્યાન આપ્યું, જે સાંભળી બધાનાં હદય દ્રવી ઉઠ્યાં. લોકોએ વ્રતપચ્ચખાણ ગુરુ મુખેથી ગ્રહણ કર્યા. વિ. સં. ૧૪૭૧ ના માગશર પૂર્ણિમાને સોમવારને દિવસે, પાછલા પ્રહરમાં ઉત્તરાધ્યયન સૂત્રનું શ્રવણ કરતા, અરિહંત અને સિદ્ધનું ધ્યાન ધરીને કેવલીની જેમ મેસતુંગસૂરિ પાટણમાં નિર્વાણ પામ્યા. એમના પરેલેકગમનથી લેકે શેકમગ્ન બની ગયા.
મેતુંગસૂરિનું સ્થાન અંચલગચ્છના ઈતિહાસમાં ખૂબ જ ઊંચું છે. એમના દેહાવસાનથી અંચલગચ્છના ઇતિહાસને બીજો મહત્ત્વપૂર્ણ તબકકો પૂર્ણ થયે. મહેન્દ્રપ્રભસૂરિ અને મેરૂંગસૂરિનો શાસનકાળ આર્યરક્ષિતસૂરિ અને જયસિંહસૂરિ ના સમયની ઝાંખી કરાવે એ ઉજજવળ છે. એમના મહિમાને કવિઓએ ખૂબ ખૂબ ગાયે છે. આવા મહિમાવાન આચાર્યને ભૂરિ ભૂરિ વંદના.
–
તુ
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com