________________
શ્રી મેરૂતુંગસૂરિ જણાવે છે કે “સાધુ-સાધ્વીઓને જે પરિવાર જે તેની સંખ્યા કેણ કરશે?” તેમના બહોળા શિષ્ય-પરિવારથી પણ એમની મહાનતાનું આપણને દર્શન થાય છે.
મેતુંગસૂરિએ ગચ્છનાયક તરીકે એવી પ્રજવલિત પ્રતિભા પ્રકટાવી કે જેને ઈતિહાસમાં થઈ થયેલા પ્રભાવક આચાર્યોમાં તેઓ પ્રથમ પંક્તિનું સ્થાન પામી શક્યા. એમની આવી પ્રતિભા ત્યાગમય તેમ જ ગનિષ્ટ જીવનને આભારી છે. રાસકાર વર્ણવે છે કે ચરિત્રનાયક નિર્મલ તપ–સંયમનું આરાધન કરતા તેમ જ ગાભ્યાસમાં સવિશેષ અભ્યસ્ત રહેતા. તેઓ હઠાગ, પ્રાણાયામ, રાજગ આદિ ક્રિયાઓમાં નિયમિત ધ્યાનમગ્ન રહેતા. ગ્રીષ્મ ઋતુના ઉગ્ર તાપમાં કે શિયાળાની કળકળતી ઠંડીમાં તેઓ સદેવ કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહેતા. ચરિત્રનાયકની આવી વિશિષ્ટ જીવન–ચારિકાને રાસકારે પૂરવરિષિ” કહીને બિરદાવી છે.
કેટલાક પટ્ટાવલીકરેએ ચરિત્રનાયકના ઉચ્ચ જીવનનો ખ્યાલ આપવા વળી બીજો એક ચમત્કારિક પ્રસંગ વણી લીધો છે. તેઓ વર્ણવે છે કે મેતુંગસૂરિ પાસે ચક્રેશ્વરી અને પદ્માવતી દેવીઓ સદાદિત આવતી હતી. કેઈ એક શ્રાવકે ત્યાં રાત્રિએ એકાંતમાં ગુરુ પાસે બેઠેલી અને દેવીઓને જોઈને શંકા કરી. ગુરુને તેની શંકાની જાણ થતાં તે શ્રાવકને પિતાની પાસે બોલાવ્યો અને ગુરુએ તેની શંકાનું સમાધાન કર્યું. તે પછી કલિયુગ જાણીને ગુરુએ દેવીઓનું આવાગમન બંધ કરાવ્યું.
વિસં. ૧૪૭૧ માં મેરૂતુંગસૂરિ પાટણમાં પધાર્યા. રાસકાર વર્ણવે છે કે સંઘે તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. એમના આગમનથી સંઘમાં ધર્મ ભાવનાનો ઉમળકો
આવ્યો. મેતુંગસૂરિએ પિતાનું આયુષ્ય શેષ જાણીને પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com