________________
શ્રી ધર્મઘોષસૂરિ
[ ૧૩
રમાં ચરિત્રનાયકને પોતાના ગુરુપદે સ્થાપેલા. પ્રાચીન પ્રમાણ ગ્રન્થમાંથી મળતા આ ઉલ્લેખ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ચરિત્રનાયકના પ્રભાવક વ્યક્તિત્વનું એ દ્વારા આપણને સ્પષ્ટ દર્શન થઈ શકે છે. ધર્મઘોષસૂરિએ સેમપ્રભસૂરિને વેગવહન કરાવ્યું અને શિષ્ય તરીકે સ્વીકાર્યા. વિદ્યાધરગચ્છના શ્રાવકે ઉક્ત પ્રસંગે અંચલગચ્છીય થયા. આ રીતે અંચલગચ્છની સામાચારી સ્વીકારનાર ગચ્છમાં ઝાડાપલ્લી તથા વિદ્યાધર એમ બે ગચ્છાને ઉમેરે થયે. ચરિત્રનાયકના પ્રકૃષ્ટપ્રભાવનું એ પરિણામ હતું.
ધર્મઘોષસૂરિના ઉપદેશથી અનેક મહત્ત્વપૂર્ણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ હોવાનાં પ્રમાણે સાંપડે છે. અંચલગચ્છીય પટ્ટાવલીની એક પ્રાચીન હાથપ્રતમાં નોંધ છે કે “વિ. સં. ૧૨૩૬ મહિમદાવાદી પાર્શ્વ પ્રતિષ્ઠા ધર્મઘોષસૂરીણા” આ અલ્પ ઉલ્લેખ ઘણું મહત્ત્વનું છે. આ પટ્ટાવલીની નોંધમાં સેંકડો વર્ષોના મહત્ત્વના પ્રસંગે જ ઉલ્લેખ હાઈને આ પ્રતિષ્ઠાને પ્રસંગ એ વખતના યાદગાર પ્રસંગોમાંનો એક હશે એમ કહી શકાય.
શ્રી જીરાપલ્લતીર્થમાં વિ. સં. ૧૨૬૩ ના અષાઢ વદિ ૮ને ગુરુવારે ઉકેશ જ્ઞાતિય સં૦ આંબડના પુત્ર જગસિંહના પુત્ર ઉદય, ભાર્યા ઉદયાદેના પુત્ર નેણે ધનમલના શ્રેયાથે ધર્મઘાષસૂરિના ઉપદેશથી દેવકુલિકા કરાવી એમ પ્રતિષ્ઠા–લેખ દ્વારા જાણી શકાય છે. શ્રી જીરાપલ્લી તીર્થનો મહિમા એ અરસામાં અસાધારણ હતું. અંચલગચ્છાધિપતિઓએ આ તીર્થના વિકાસમાં પિતાને આગ ફાળો નોંધાવ્યો છે, જેમાં મેરૂતુંગસૂરિ, જયકીર્તિસૂરિ અને જ્યકેશરસૂરિનું કાર્ય આ તીર્થને ઈતિ હાસમાં અવિસ્મરણીય રહેશે.
ચરિત્રનાયકના આધ્યાત્મિક શાસન દરમિયાન નાની– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com