________________
૧૪ ]
શતપદી પ્રણેતા મોટી અનેક ઘટનાઓ બની. અહીં એનું સંક્ષિપ્ત દર્શન પ્રસ્તુત છેઃ મંત્રી કપદીના વંશજ નાના વિસલ નામના શ્રેષ્ઠીએ ધર્મઘોષસૂરિના ઉપદેશથી એક લાખ ટંક ખરચીને પિતાના એકવીસ મિત્રે સહિત દીક્ષા લીધેલી. ધર્મષસૂરિના પ્રભાવશાળી શ્રાવકેમાં રાજમાન્ય જેતાશાહનું નામ પણ ઉલ્લેખનીય છે. વિ. સં. ૧૨૩૬ માં બરડા ડુંગર પાસે ધુમલી ગામમાં તેણે દોઢ લાખ ટંક ખરચીને જેતાવાવ બંધાવી હતી. ત્યાંના રાણ વિક્રમાદિત્ય તરફથી તેને ઘણું માન મળ્યું હતું.
ધર્મઘોષસૂરિની કારકિદીનું મુખ્ય અંગ છે એમને વ્યાપક વિદ્યાવ્યાસંગ. અંચલગચ્છની જ્ઞાનપ્રવૃત્તિને સૂત્રપાત કરનાર તેઓ પ્રથમ સારસ્વત પટ્ટધર હતા. એ ગ્રન્થથી અધિક ગ્રન્થના રચયિતા તરીકે તેમની કીર્તિ પ્રસરેલી હતી એમ પ્રાચીન પ્રમાણે દ્વારા જાણી શકાય છે. કેઈક સ્થાને એમને મહાકવિ પણ કહ્યા છે. આ બધા ઉલ્લેખ એમના પાંડિત્યને સૂચિત કરે જ છે. દુર્ભાગ્યને વિષય એ છે કે એકાદ અપવાદ સિવાય એમને એક પણ ગ્રન્થ આજે ઉપલબ્ધ બની શક્યો નથી. તેમણે મુખ્યત્વે ચરિત્રાત્મક ગ્રન્થ રચેલા એ સંબંધક મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ એક સ્થાનેથી મળે છે. તે સિવાય તેમની સાહિત્ય પ્રવૃત્તિ વિશે વિશેષ કશું જાણી શકાતું નથી.
વિ. સં. ૧૨૬૩ માં ધર્મઘોષસૂરિએ પ્રાકૃતમાં શતપદી નામક ગ્રન્થની રચના કરી. સામાચારી વિષયક આ ગ્રન્થ ઘણો ગહન હોઈને તેમના પટ્ટશિષ્ય મહેન્દ્રસિંહસૂરિએ તેની સંસ્કૃતમાં સરળ આવૃત્તિ રચી. અંચલગચ્છની માન્યતાઓને સ્પષ્ટ ખ્યાલ આ ગ્રન્થ પરથી આવી શકશે ધર્મ ઘેષસૂરિએ એ માન્યતાઓની સમીક્ષા આગમગ્રન્થને આધાર આપીને કરી છે. એમની આવી તાત્વિક સમીક્ષા પરથી તેમના વિશાળ વાંચન, મનન અને ચિંતનનો પણ ખ્યાલ મળી રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com