________________
આવી છે. આ
છે છે ? A
ઇત્યાદિ એક
શ્રી ધર્મઘોષસૂરિ
[ ૧૫ - શતપદીને મંગલાચરણ પરથી જાણી શકાય છે કે કઈ એક આચાર્યો મનમાં ગર્વ ધારણ કરીને તે પૂર્વપક્ષ ઊભા કર્યા, જેના ધર્મઘોષસૂરિએ સિદ્ધાન્તના પુરાવા આપીને, ક્યાંક ઘટતી યુક્તિઓ તથા સિદ્ધાન્તાનુસારી ગ્રન્થને આધાર લઈને પ્રત્યુત્તર વાળ્યા. એ ઘટનાથી પ્રસ્તુત ગ્રન્થનો જન્મ થયે એમ ગ્રન્થની પીઠિકામાંથી ઉલેખ મળી શકે છે. પાશ્ચાત્ય વિદ્વાનોએ આ ગ્રન્થની શૈલીને રોમન ધારાશાસ્ત્રીઓની પદ્ધતિ સાથે સરખાવી છે. આ ગ્રન્થ દ્વારા ધર્મઘોષસૂરિને અપૂર્વ કીર્તિ પ્રાપ્ત થઈ છે. અંચલગચ્છ શું છે? તેને વિચારદેહ શું છે? તેને વારસ શું છે? તેના આદર્શો શું છે? ઈત્યાદિ બધા જ પ્રશ્નોના જવાબ આ એક જ ગ્રંથમાંથી મળી શકે એમ છે.
ગ્રન્થના અંતિમ અધ્યાયમાં અંચલગચ્છની સામાચારીને અન્ય ગચ્છાની સામાચારી સાથે સરખાવવામાં આવી છે. આવી તુલનાત્મક સરખામણી દ્વારા તત્કાલીન વિચારધારાનું પરિમાજિત સ્વરૂપ આપણી સમક્ષ ખડું થાય છે. આવી સરખામણીમાં પણ લેખકે ક્યાંયે વિતંડાવાદનો આશ્રય લીધો નથી કે કોઈ પક્ષનું નિષેધાત્મક ખંડન કર્યું નથી. ધર્મઘોષસૂરિને અભિગમ કે રચનાત્મક હતો તેની ઝાંખી આ ગ્રન્થ દ્વારા અવશ્ય થઈ શકશે. ચિન્તનશીલ સાહિત્યમાં આ ગ્રંથ નવી જ ભાત પાડે છે. અને એ દષ્ટિએ તેનું મૂલ્ય અનેકગણું છે.
વિ. સં. ૧૨૬૮ માં ૬૦ વર્ષનું આયુ પાળીને ચરિત્રનાયક તિમિપુરમાં અણસણપૂર્વક કાળધર્મ પામ્યા. આ તૃતીય પટ્ટધરની વિદાયથી અંચલગચ્છના ઉદય-કાળની પ્રભાવક ત્રિપુટીને યુગ પૂરો થયે. એ તબક્કાનું વ્યાવર્તક લક્ષણ એ હતું કે એ દરમિયાન આ ગચ્છના સ્વરૂપને આકાર સંપૂર્ણપણે ઘડાઈ ગયે હતું તેમ જ ગચ્છ સુદઢ પાયા ઉપર મૂકાઈ ગયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com