________________
૧૬ ]
શતપદી પ્રણેતા હતે, આ પ્રસ્થાનમાં ધર્મઘોષસૂરિનું ગદાન સુવર્ણાક્ષરે નેધાશે એમાં શંકા નથી.
ચરિત્રનાયકે બીજું કશું જ ન કર્યું હોત તો પણ “શતપદી ગ્રથના રચયિતા તરીકે તેઓ જૈન ઇતિહાસમાં સદાય અમર રહ્યા હોત. અંચલગચ્છની સામાચારી અને તેના દષ્ટિબિન્દુને શબ્દ-દેહ આપનાર તેઓ સૌ પ્રથમ આચાર્ય હતા. એ ગ્રન્થમાં તેમણે વિવિધ પ્રશ્નોની જે તાત્ત્વિક ભૂમિકાને આધારે છણાવટ કરી છે તે આપણને આશ્ચર્યમુગ્ધ કરી દે એવી અર્થઘન અને ઉદાત્ત છે. વિચારોના વિવિધ પાસાઓની રજૂઆત કરી, તેનું તાત્ત્વિક પરીક્ષણ કરવાની અને તેના આધારે નિર્ણય કરવાની એમની વિશિષ્ટ પદ્ધતિ એમના પ્રત્યે માન પ્રેરે એવી છે. અને એટલે જ “શતપદી' ગ્રન્થના પ્રણેતા તરીકે અંચલગચ્છના ઇતિહાસમાં તેઓ અજરામર સ્થાન પામ્યા છે.
– કાજુ –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com